બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલીયન ટીમ સામે કારમો પરાજય થયો છે. આ મેચ ભારતીય ટીમ કયારેય ભૂલી નહિ શકે. ભારતીય ટીમે જે રીતે પોતાની જ ધરતી પર આ ટેસ્ટ સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી ત્યાર બાદ ત્રીજી ટેસ્ટ મેચ હારી જતા સિરીઝ જીતવા 4થી જીતવી પડશે અથવા ડ્રો કરવી પડશે.
ભારતીય ટીમની હારના 5 મુખ્ય કારણો:
1. ભારતીય ટીમની પ્રથમ બેટિંગ પસંદ કરવાને લઈને ટીકા થઈ રહી છે, ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમની પીચને લાલ માટીથી તૈયાર કરવામાં આવી આવી છે, પિચ પર ટર્નને કારણે પ્રથમ દિવસે ભારતીય ટીમની બેટિંગ ખખડી ગઈ હતી અને ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇન્નીંગ માત્ર 109 રનમાં સમેટાઈ ગઈ હતી.
2. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ પાર્ટનરશિપ પણ નિષ્ફળ રહી, કેપ્ટન રોહિત શર્માએ કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને ટીમમાં સામેલ કર્યો, પરંતુ ગિલ બંને ઈનિંગમાં રન બનાવવા નિષ્ફળ રહ્યો.
3. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપ બંને ઈનિંગ્સમાં ખરાબ રીતે ફ્લોપ રહી, ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડર સુધી કોઈ પણ બેટ્સમેન પીચ પર ટકી શક્યો નહિ, જોકે પૂજારાએ બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમને જીતાડવા કામ આવી નહિ.
4. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના બંને ઈનિંગમાં ફ્લોપ રહેવાને ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ તરીકે જોવામાં આવી રહી છે, વિરાટ છેલ્લા કેટલાક ટેસ્ટ મેચમાં કેટલો સંઘર્ષ કરી રહ્યો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના બેટથી છેલ્લી 15 ઇન્નીંગ માં એક પણ અડધી સદી નથી આવી.
5. અક્ષર પટેલના ટીમમાં સમાવેશ કરવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આખરે, કેપ્ટને અક્ષર પટેલને ટીમમાં કઇ ભૂમિકા માટે સામેલ કર્યો? ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ બે ઇનિંગ્સમાં 12/15 રન બનાવ્યા, તો તેને માત્ર 13 ઓવર જ બોલિંગ કરવાનો મોકો મળ્યો. તેને વિકેટ પણ મળી નહી, જ્યારે કુલદીપ યાદવ જેવો બોલર ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટીમ માટે મજબૂત વિકલ્પ સાબિત થઈ શક્યો હોત.
આ મેચ હાર્યા બાદ પણ ભારતીય ટીમ ચાર મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.