Homeસ્પેશિયલ ફિચર્સદશેરા-દિવાળી પર 5 રાશિઓની આવક વધશે, ઑક્ટોબરમાં આ રહેશે રાશિઓની સ્થિતિ

દશેરા-દિવાળી પર 5 રાશિઓની આવક વધશે, ઑક્ટોબરમાં આ રહેશે રાશિઓની સ્થિતિ

ઓક્ટોબર મહિનો શરૂ થવામાં થોડો સમય બાકી છે. આ મહિનામાં દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો પણ આવી રહ્યા છે. આ મહિનો આર્થિક મોરચે ઘણી રાશિના જાતકોને શુભ પરિણામ આપનાર છે. જો કે, કેટલાક લોકો વધતા ખર્ચને કારણે પરેશાન રહી શકે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે ઓક્ટોબરમાં મેષ, સિંહ, વૃશ્ચિક, ધનુ અને કુંભ રાશિમાં વક વધવાની સંભાવના છે. ચાલો જાણીએ કે નાણાકીય મોરચે તમારી રાશિ માટે આ મહિનો કેવો રહેશે.
મેષ – મેષ રાશિના લોકો માટે આ મહિનો આર્થિક મોરચે સારો રહેવાનો છે. તમને અચાનક પૈસા મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. આ મહિને તમારી આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. તમારો પગાર વધી શકે છે અથવા તમારી આવકના સ્ત્રોત વધી શકે છે.
વૃષભ – ઓક્ટોબર મહિનો વૃષભ રાશિના લોકોને આર્થિક મોરચે મિશ્ર પરિણામો આપશે. તમારો ખર્ચ વધી શકે છે. પરંતુ સરકારી સ્ત્રોતોમાંથી પણ નાણાં મળવાની શક્યતાઓ ઉભી થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના છે. આ મહિને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
મિથુન- મિથુન રાશિવાળા માટે ઓક્ટોબર મહિનો આર્થિક મોરચે પરેશાનીઓથી ભરેલો રહી શકે છે. તમારા ખર્ચમાં અણધાર્યા વધારો થવાની સંભાવના છે. તમારા અતિરેક પર નિયંત્રણ રાખો. આ મહિને તમને આવક થશે પણ ખર્ચમાં વધારો થવાને કારણે પૈસા જમા નહીં કરી શકો.
કર્કઃ- આર્થિક દૃષ્ટિએ આ મહિનો કર્ક રાશિના લોકો માટે મિશ્રિત રહેવાની સંભાવના છે. આ મહિને તમને પરિવાર તરફથી આર્થિક સહયોગ મળશે. જમીન અને મિલકત સંબંધિત લાભ થશે. જોકે, ખર્ચમાં પણ વધારો થશે. તેથી ઉડાઉપણું ટાળો
સિંહ – સિંહ રાશિના લોકો માટે ઓક્ટોબર મહિનો આર્થિક દૃષ્ટિકોણથી સાનુકૂળ રહેવાનો છે. આર્થિક સ્થિતિમાં સારો વધારો થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. બેંક બેલેન્સ સારુ રહેશે. સરકારી ક્ષેત્રથી પણ લાભ થશે. આર્થિક પ્રગતિ થશે.
કન્યા – આ મહિને તમારો ખર્ચ વધી શકે છે. કોઈ ખોટા નિર્ણયને કારણે તમારે વેપારમાં નુકસાન સહન કરવું પડી શકે છે. આ મહિને તમારા નાણાકીય જીવન સાથે સંબંધિત કોઈ નિર્ણય ના કરો. જાત તપાસ કર્યા બાદ જ રોકાણ કરો.
તુલાઃ- આ મહિનો તુલા રાશિવાળા માટે મિશ્ર પરિણામ આપશે. નાણાકીય લાભ મળશે, જોકે, સાથે તમને ખર્ચ પણ વધશે.
વૃશ્ચિકઃ- આ મહિને તમારી આવકમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે, પરંતુ વધુ પડતા ખર્ચને કારણે તમે ધનનો સંગ્રહ કરવામાં અસમર્થ રહેશો. વિદેશ સંબંધિત વ્યવસાય અથવા વિદેશથી સંબંધિત કંપનીમાં કામ કરનારાઓ માટે સમય અનુકૂળ રહેશે. જે લોકો કપડાં, રમકડાં, ખાણી-પીણી, માર્કેટિંગ, મનોરંજન વગેરેના વગેરે સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે.
ધનુ – ધનુરાશિમાં મિલકત લાભ અને આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. વેપાર કરતા લોકો માટે આ સમયગાળો સાનુકૂળ રહેવાની સંભાવના છે. જે લોકો જમીન અને મિલકત બંધિત વ્યવસાય કરે છે, તેમને સારો ફાયદો થવાની સંભાવના છે. જો કે, તમને આ સમયગાળા દરમિયાન વધુ પડતા આત્મવિશ્વાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
મકરઃ – મકર રાશિના લોકો માટે આર્થિક મોરચે બધુ ઠીક રહેશે. આવકના સ્ત્રોતોમાંથી પૂરતા પૈસા મળતા રહેશે. ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે અને તમે બેંક બેલેન્સને યોગ્ય રીતે મેનેજ કરી શકશો. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સમય ખૂબ જ સારો છે.
કુંભ – ઓક્ટોબરમાં તમને આર્થિક મજબૂતી મળવાની શક્યતાઓ છે. વેપારમાં અણધાર્યા લાભ થઈ શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે વિદેશથી પૈસા આવવાની શક્યતાઓ પણ બની રહી છે. પરિવાર તરફથી જમીન અને મિલકતના રૂપમાં લાભ થવાની સંભાવના છે.
મીન – મીન રાશિના લોકોના આર્થિક જીવનની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો મિશ્રિત રહેવાની સંભાવના છે. તમારો ખર્ચ વધી શકે છે. તહેવારો વચ્ચે નાણાં ખર્ચ વધી શકે છે. તમારે કોઇની પાસે લોન લેવી પડી શકે છે. જોકે, તમને પૈતૃક સંપત્તિનો લાભ મળવાની સંભાવના છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -