Homeટોપ ન્યૂઝAero India 2023નું ઉદ્ઘાટન: PM મોદીએ કહ્યું-અમૃતકાલનું ભારત ફાઈટર પાઈલટ જેવું, તક...

Aero India 2023નું ઉદ્ઘાટન: PM મોદીએ કહ્યું-અમૃતકાલનું ભારત ફાઈટર પાઈલટ જેવું, તક નહિ ગુમાવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા PM મોદીએ કહ્યું કે એરો ઈન્ડિયા માત્ર શો નથી, પરંતુ તે ભારતની તાકાત છે. આ દરમિયાન રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટરોએ આકાશમાં વિવિધ કરતબો કર્યા હતા.
એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતની ગતિ ગમે તેટલી ઝડપી હોય, હંમેશા જમીન સાથે જોડાયેલુ રહે છે. ‘અમૃતકાલ’નું ભારત એક ફાઈટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું છે, જે ઊંચાઈને સ્પર્શતા ડરતું નથી. જે વધુ ઉડવા માટે ઉત્સાહિત છે. આજનું ભારત ઝડપથી વિચારે છે, દૂર સુધી વિચારે છે અને ઝડપી નિર્ણયો પણ લે છે.

“>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એરો ઈન્ડિયાનો 2023નો શો ભારતની વિકાસ ગાથાનું ઉદાહરણ છે. આ વર્ષના એરો ઈન્ડિયા શોમાં 100 થી વધુ દેશોની ભાગીદારી ન્યૂ ઈન્ડિયામાં વિશ્વનો વિશ્વાસ દર્શાવે છે. બેંગલુરુનું આકાશ ન્યૂ ઈન્ડિયાની સંભાવનાનું સાક્ષી છે. બેંગ્લોરનું આકાશ સાક્ષી આપી રહ્યું છે કે નવી ઊંચાઈ એ જ નવા ભારતની વાસ્તવિકતા છે. આજે દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે અને તેને પાર પણ કરી રહ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે ભારતે છેલ્લા 8-9 વર્ષોમાં તેના સંરક્ષણ ક્ષેત્રને નવજીવન આપ્યું છે. અમે આને માત્ર શરૂઆત ગણીએ છીએ. અમારું લક્ષ્ય 2024-25 સુધીમાં સંરક્ષણ નિકાસ $5 બિલિયન સુધી લઈ જવાનો છે. ભારત હવે સંરક્ષણ ઉત્પાદક દેશોમાં સામેલ થવા માટે ઝડપથી આગળ વધશે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, એરો ઈન્ડિયા એરોસ્પેસનું પ્રદર્શન છે જેમાં 2 મહત્વની વિશેષતાઓ છે, ઊંચાઈ અને ઝડપ. આ બે ગુણો પીએમના કાર્ય અને વ્યક્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. ભારત પ્રત્યેની અખંડિતતા અને પ્રતિબદ્ધતાની ઊંચાઈ, નિર્ણય લેવાની અને પરિણામો પહોંચાડવાની ગતિ.
એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિમાં એરોબેટિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને ફાઈટર પ્લેન દ્વારા આકાશમાં દિલનો આકાર બનાવવામાં અવ્યો હતો.

“>

એરોબેટિક પ્રદર્શન દરમિયાન લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ કરતબો કરતા જોવા મળ્યા હતા.

“>

યાલહંકા સૈન્ય મથકના પરિસરમાં આ પાંચ દિવસીય પ્રદર્શનમાં 809 સંરક્ષણ કંપનીઓ ઉપરાંત 98 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -