ન્યુઝીલેન્ડમાં 2022માં મૃત્યુનું પ્રમાણ વધીને 38,574 થઈ ગયું છે, જે આંશિકરૂપે કોરોનાથી પ્રભાવિત છે. સોમવારે આ માહિતી આપવામાં આવી હતી. એનજેડની રિપોર્ટ અનુસાર 2021ની સરખામણીએ રજિસ્ટર્ડ મૃત્યુના પ્રમાણમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2021માં 34,932 મૃત્યુનું નોંધ કરવામાં આવી હતી.
એક સામાચાર એજન્સીની જણાવ્યા અનુસાર 2022માં વધેલું આ મૃત્યુ પ્રમાણ આંશિક રીતે કોરોનાથી પ્રભાવિત થયું છે. 2022માં મૃત્યુ પામનાર ત્રણમાંથી બે વ્યક્તિની ઉંમર 75 વર્ષ કે એનાથી વધુ હતી અને દર પાંચમાંથી એક વ્યક્તિની ઉંમર 90 વર્ષ કે એનાથી વધુ હતી. આ આંકડાઓ જોતા ન્યુઝીલેન્ડમાં લોકો લાંબુ જીવન જીવી રહ્યા છે, કે ન્યુઝીલેન્ડમાં લોકોની ઉંમર વધી રહી છે.
રિપોર્ટમાં આગળ એવું પણ જાણવા મળ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ મૃત્યુની પ્રમાણમાં વધારો જન્મ સમયે લાઈફ એક્સપેક્ટેન્સી એટલે સંભવિત આયુષ્ય પર આધાર રાખે છે. ન્યુઝીલેન્ડનું સંભાવિત આયુષ્ય હવે સ્થિર થઈ ગયું છે. જ્યારે કેનેડા, યુએસએ અને યુકે સહિતના દેશોમાં આ પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
2023માં પુરુષોનું આયુષ્ય 80.8 વર્ષથી વધીને 2048માં 84.2 થઈ જાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ 84.1 વર્ષથી વધીને 87.3 વર્ષ થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.