Homeદેશ વિદેશપીએમ કેર ફંડમાં દેશ જ નહીં વિદેશથી પણ આવ્યું આટલું મોટું ભંડોળ

પીએમ કેર ફંડમાં દેશ જ નહીં વિદેશથી પણ આવ્યું આટલું મોટું ભંડોળ

કોરોનાકાળમાં વર્ષ 2020માં બનાવવામાં આવેલાં પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ડોનેશન મળ્યું છે અને મળી રહેલી માહિતી અનુસાર 535.44 કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે અને આ દાન છેલ્લાં ત્રણ વર્ષમાં આપવામાં આવ્યું છે.

પીએમ કેર ફંડની રસીદ અને ચુકવણી ખાતાના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 0.40 કરોડનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2020-21માં રૂ. 494.92 કરોડ અને ત્યારબાદ 2021-22માં રૂ. 40.12 કરોડનું દાન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી સામે લડવા માટે વર્ષ 2020માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ સારી એવી સંખ્યામાં યોગદાન મળ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર પીએમ કેર ફંડમાં 535.44 કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ દાન છેલ્લા ત્રણ વર્ષમાં મળ્યું છે.

Who Owns PM-CARES Funds Anyway? | NewsClick

બીજી તરફ સ્વૈચ્છિક દાનની વાત કરીએ તો વિદેશી દાનની જેમ તેમાં પણ વર્ષ 2020-21માં ઘણો વધારો થયો હતો, પરંતુ તેના હેઠળ દાનમાં આપવામાં આવતી રકમમાં આવતા વર્ષે જ ઘટાડો થયો હતો. સ્વૈચ્છિક યોગદાન હેઠળ, વર્ષ 2021માં 7183.77 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2021-22માં આ રકમ ઘટીને 1,896.76 રૂપિયા થઈ ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી માર્ચ, 2020ના રોજ કોરોના મહામારીનો સામનો કરવા માટે લોકોના સહયોગ માટે પીએમ કેર ફંડની જાહેરાત કરી હતી. જોકે ત્યારથી તે વિવાદોમાં પણ રહ્યો છે. પહેલી એપ્રિલ, 2020ના રોજ આ માટે એક આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં પીએમ કેર ફંડ સંબંધિત તમામ માહિતી માંગવામાં આવી હતી.

આ પહેલાં પણ આ ફંડ બાબતે એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં એવું જણાવવામાં આવ્યું હતું છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી કંપનીઓએ પણ આ ફંડમાં ઘણા પૈસા દાન કર્યા છે. માહિતી અનુસાર, સરકારી કંપનીઓએ આમાં 2900 કરોડથી વધુનું યોગદાન આપ્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષમાં 57 સરકારી કંપનીઓ દ્વારા 2913.6 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું, જે કુલ દાનના 59.3 ટકા હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -