સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવાનો જોખમી કરતબો કરતા અચકાતા નથી. આવારનવાર આવા વિડીયો સામે આવતા હોય છે. આવો જ એક વિડીયો વલસાડમાંથી વાયરલ થયો છે. વિડીયોમાં એક યુવન દાંત વડે રોકેટ પકડી સળગાવી રહ્યો છે. વિડીયો બનાવવાના ચક્કરમાં યુવાન પોતાનો અને અન્યનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં સીટી પોલીસની ટીમે યુવનને સબક શીખવાડવા તેની શોધખોળ હાથ ધરી છે.
વલસાડના સિટી પેલેસ પાસેનો વીડિયો વાયરલ
મોઢામાં રોકેટ રાખી ફોડતો વીડિયો વાયરલ
યુવકના મોઢામાં રોકેટ સળગાવી ફોડ્યુ
સોશિયલ મીડિયામાં ચમકવા સ્ટંટ#valsad #viral #gujarat pic.twitter.com/PXiGB6JzC0— Hiren Patel (@HirenPa307) October 27, 2022
“>
મળતી મહિતી મુજબ આ વીડિયો વલસાડના સિટી પેલેસ નજીકનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક યુવન પોતાના મોઢામાં દાંત વચ્ચે રોકેટ દબાવે છે અને તેની સાથે રહેલા અન્ય યુવકો રોકેટ સળગાવી રહ્યા છે. રોકેટ સળગતા યુવક તેને મોઢામાં લઇને જ દોડી રહ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં ચમકવા જોખમી સ્ટંટ અને હથિયારો સાથે રોફ મારી રહ્યા હોય તેવા વીડિયો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે પોલીસ માટે પણ આ માથાનો દુ:ખાવો બન્યો છે. આવ તત્વો સામે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવતાં હોવા છતાં યુવકો જોખમ લઇ રહ્યા છે.