Homeસ્પેશિયલ ફિચર્સઅહીં ૪૦ મિનિટની જ હોય છે રાત, ૭૬ દિવસ સુધી અસ્ત નથી...

અહીં ૪૦ મિનિટની જ હોય છે રાત, ૭૬ દિવસ સુધી અસ્ત નથી થતો સૂર્ય!

દુનિયા વિશાળ છે અને એનાથી પણ રસપ્રદ વાત તો એ છે કે દુનિયા રહસ્યોથી ભરપુર છે અને એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં બધું જ એવું નથી હોતું જેવું આપણે આપણી આજુબાજુમાં જોતા આવ્યા છીએ. એ જ અનુસંધાનમાં વાત કરીએ તો દિવસ અને રાત વારા ફરતી એકબીજા પછી આવે છે. પણ શું તમે ક્યારેય કોઈ એવી જગ્યા કે દેશ વિશે સાંભળ્યું છે કે જ્યાં રાત જ ના થાય કે પછી અગર રાત થાય તો પણ એ સાવ નાની હોય? તમારા આ સવાલનો જવાબ લઈને જ આવ્યા છીએ અમે. જો તમે એવી જગ્યા વિશે નથી સાંભળ્યું તો આજે તમે જાણશો એક એવા દેશ વિશે જ્યાં રાત થતી જ નથી અને આ દેશમાં દિવસ અને રાત વચ્ચે ચાળીસ મિનિટનું જ અંતર હોય છે. અહીં વાત થઈ રહી છે નોર્વેના સ્વાલબાર્ડની.


સ્વાલબાર્ડમાં આશરે ૧૨.૪૩ મિનિટે સૂર્યાસ્ત થાય છે અને ચાળીસ મિનિટ બાદ તરત જ ફરી પાછો સૂર્યોદય થાય છે. અહીં અઢી મહિના સુધી રાત ચાળીસ મિનિટની જ હોય છે. આ જ કારણ છે કે આ દેશને ક્ધટ્રી ઓફ મિડ નાઈટ સનના નામે પણ ઓળખવામાં આવે છે. તમારી જાણ માટે કે નોર્વેના સ્વાલબાર્ડમાં ૭૬ દિવસ સુધી સુર્ય અસ્ત જ નથી થતો અને આ દિવસો મે મહિનાથી લઈને જુલાઈ મહિનાની વચ્ચેના હોય છે.
આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર ૨૩ ડિગ્રી પર ઝૂકેલી છે અને તે પોતાના રોટેશન પ્લેનથી ૬૬ ડિગ્રીનો કોણ બનાવીને પોતાના જ ઓર્બિટમાં પરિભ્રમણ કરતી રહે છે. આ જ પ્રક્રિયાને કારણે પૃથ્વી પર દિવસ અને રાતની પ્રક્રિયા અવિરતપણે ચાલતી જ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -