દેશમાં ભલે એલજીબીટીને માન્યતા મળી હોય તેમ છતાં આજની તારીખમાં પણ લોકો આવા પ્રકારના સંબંધોનો સ્વીકાર કરતાં નથી અને સમાજ માટે પાપ ગણાવે છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ત્રણ લોકોએ મળીને લેસ્બિયન કપલને ઢોરમાર માર્યો હતો. એક યુવતીના પ્રાઈવેટ પાર્ટને ઈલેક્ટ્રિક રોડથી બાળવાની કોશિશ કરવામાં આવી હતી અને બંને સાથે રેપની પણ કોશિશ કરવામાં આવી હતી.
ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પીડિતાના પરિવારજનોએ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કહેવાઈ રહ્યું છે કે યુવતીઓ સાથે મારપીટ કરનારા બે આરોપી તેના જ પરિજનો છે અને ત્રીજો આરોપી તેનો પાડોસી છે. એક આરોપી ફરાર છે, જ્યારે બેની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર બંને યુવતીઓની ઉંમર 21 અને 22 વર્ષ છે. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે અને છેલ્લાં કેટલાક વર્ષોથી રિલેશનમાં છીએ. 25 ઓક્ટોબરના મારી ગર્લફ્રેન્ડ બીમાર હતી તો મને ઘરે બોલાવી લીધી હતી. રાત થઈ ચૂકી હતી એટલે હું તેના ઘરે રોકાઈ ગઈ હતી ત્યારે અચાનક 11 વાગ્યે મારી ગર્લફ્રેન્ડના બે સંબંધી આવ્યા અને અમને મારવાનું શરૂ કરી નાંખ્યું હતું.