ગુજરાત પશ્ચિમ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વાઘની હાજરી નથી. ત્યારે ગુજરાતમાં ફરી વાઘ દેખાયો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. ચાર વર્ષ મહીસાગર જિલ્લામાં એક વાઘ આવી ચડ્યો હતો ત્યારે સ્થાનિકએ દાવો કર્યો છે કે ફરીથી એક વાઘ જોવા મળ્યો છે. વનવિભાગે આ દાવાને નકારી કાઢ્યો છે.
વાઘ દેખાતા મહીસાગર જીલ્લાના જનોદ ગામના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેમણે એક પટ્ટાવાળું પ્રાણી જોયું હતું, પરંતુ વન અધિકારીઓએ દાવો કરી રહ્યા કે એ દીપડો હોઈ શકે છે. તેમ છતાં વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે અને સ્થાનિક લોકોએ વાઘ પાંજરામાં ના પુરાય ત્યાં સુધી માત્ર ઝુંડમાં જ બહાર નીકળવાનું નક્કી કર્યું છે.
વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ‘અમે આ વિસ્તારમાં અમારી તપાસ ટીમો તૈનાત કરી છે અને પ્રાણીની શોધ કરી રહ્યા છીએ. વાઘની હાજરીની ખાતરી કરવા માટે અમને હજુ સુધી પગના નિશાન, મળમૂત્ર અથવા વાઘે કરેલા શિકાર મળ્યા નથી.’
પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેઓએ વાઘ જોયો છે. જનોદ ગામના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે ગયા શુક્રવારે ખેતરમાંથી પાછા ફરતી વખતે કેટલાક લોકોને વાઘ દેખાયો હતો. જનોદના સરપંચના જણવ્યા પ્રમાણે ગામ લોકો વાઘ જોયા હોવાનો દાવો કરી રહ્યા છે. વન વિભાગે પંચાયતને જાણ કરી છે કે તે દીપડો હોઈ શકે છે, પરંતુ ગ્રામજનો કોઈ ચાન્સ લેવા માંગતા નથી. ગામલોકોએ ઝુંડમાં જ બહાર નીકળવાનું નક્કી કર્યું છે.
વન અધિકારીઓએ દાવો કર્યો હતો કે જનોદમાં વાઘની હાજરી લગભગ અશક્ય લાગે છે, કેમ કે આ ગામ મધ્યપ્રદેશની બોર્ડરે આવેલા દાહોદથી 150 કિમી દૂર છે. એ શક્ય નથી કે મધ્યપ્રદેશથી વાઘ દાહોદ જીલ્લામાંથી પસાર થઇ કોઈને દેખાયા વગર અહી સુધી પહોંચી જાય. જો કે, તેમણે સ્વીકાર્યું કે 2019 માં પણ વિભાગે મહિસાગરમાં વાઘની હાજરીનો ઇનકાર કર્યો હતો પરંતુ પાછળથી તે દાવો ખોટો સાબિત થયો હતો. મહીસાગર જિલામાં વાઘનો મૃત દેહ મળી આવ્યો હતો, વન વિભાની નજરે પડ્યાના પખવાડિયા પહેલા જ વાઘ ભૂખમરાથી મૃત્યુ પામ્યો હતો.