Homeઆપણું ગુજરાતકેવડિયામાં PM મોદીએ કહ્યું -'ભલે હું અહિયાં હોઉ, પણ મારું મન મોરબીના...

કેવડિયામાં PM મોદીએ કહ્યું -‘ભલે હું અહિયાં હોઉ, પણ મારું મન મોરબીના પીડિતો સાથે છે’, CM અને ગૃહપ્રધાન મોરબીમાં હાજર

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને નમન કર્યા અને તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પ અર્પણ કર્યા. કેવડીયા ખાતેથી પીએમ મોદીએ મોરબીમાં ગઈ કાલે બનેલી ગોઝારી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, હું અત્યારે એકતા નગરમાં છું પણ મારું હૃદય મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. મારા જીવનમાં ભાગ્યે જ મેં આવી પીડા અનુભવી હશે. એક તરફ કરુણાથી ભરેલું પીડિત હૃદય છે તો બીજી બાજુ કર્તવ્ય માર્ગ છે. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.
તમણે વધુમાં કહ્યું કે સરકાર દરેક રીતે પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકાર ગત સાંજથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. NDRF અને આર્મી તૈનાત છે. ઘાયલોની સારવાર હોસ્પિટલોમાં સતત ચાલુ છે. અકસ્માતની જાણ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ તરત મોરબી પહોંચી ગયા હતા. તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે.
ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી મોરબી ખાતે દુર્ઘટના સ્થળ પર પર સતત હાજર રહી ચાલી રહેલ રાહત-બચાવ કામગીરીનું રુબરુ નિરિક્ષણ કરી રહ્યા છે.

“>

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે સાંજના 4 વાગ્યા સુધીમાં મૃતકોના પરિવારજનોના ખાતામાં સરકાર સહાય નિધિ જમાં કરાશે. બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે, હજુ બે લોકો ગાયબ છે. જવાબદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ રેન્જ આઇજી દ્વારા કરવામાં આવશે. દરરોજ સાંજે મુખ્યપ્રધાનને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -