સ્વપ્ન એ માનવી જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છે અને દરેક માણસ સ્વપ્ન તો જુએ જ છે. સપનાં પર કોઈનું નિયંત્રણ નથી હોતું, જોકે આપણે જોયેલા દરેક સપનાંનો કોઈને કોઈ અર્થ તો ચોક્કસ જ હોય છે. ક્યારેક કોઈ સપનું જોઈને ચહેરાં પર સ્માઈલ આવી જાય છે તો ક્યારેક કોઈ સપનું આંખોમાં આંસુ લાવી દે છે. આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી વસ્તુઓ વિશે કે જે તમને સપનામાં દેખાય તો તમારા માટે સારા સમાચારની સાથે સાથે બઢતીનું કારણ પણ બનશે.
મંદિર:
સપનામાં જો તમને ભોળા શંભુનો મંદિર દેખાય તો સમજી જાવ કે મહાદેવની કૃપા તમારા પર વરસવાની છે અને ટૂંક સમયમાં જ તમને સારા સમાચાર મળશે. એટલું જ નહીં સપનામાં તમે તમારી જાતને કોઈ મંદિર, મંદિરના પુજારીના હાથે પ્રસાદમાં નાળિયેર, મીઠાઈ ગ્રહણ કરતાં જોવું એ પણ સારો સંકેત ગણાય છે.
આંબાનું ઝાડ:
સપનામાં આંબો દેખાય એ ભવિષ્યમાં તમને મળનારી પ્રગતિ કે પ્રમોશન તરફ ઈશારો કરે છે. પોતાની જાતને તમે કોઈ પર્વત પર ચઢતાં જુઓ તો એ પણ શિવજીની કૃપાદૃષ્ટિ તમારા પર થવાની છે એવું જણાવે છે. સપનામાં તમને ગાયનું દૂધ દેખાય તો તે સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે એવો સંકેત મળે છે.
ગુલાબ:
જો કોઈને સપનામાં ગુલાબ દેખાય તો તેને સારો સંકેત માનવામાં આવે છે અને એને કારણે તમારું અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે. ગુલાબ સિવાય ઊંઘમાં જો તમને પોપટ દેખાય તો એને પણ ગુડ લક માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આને કારણે તમને નજીકના સમયમાં જ ગુડ ન્યુઝ મળશે.