મુંબઈ: વલસાડ નજીક ધરમપુર ગામે રાજકોટના વતની હાલ કલકત્તા ડૉ.
સી. જે. દેસાઈ અને જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન તરફથી ચંદ્રવદન
દેસાઈ દ્વારા વર્ષોથી ડાયગ્નોસ્ટીક સેન્ટર ભાડાના મકાનમાં કાર્યરત હતું.
તાજેતરમાં સ્વદ્રવ્યથી આશરે ૧૬ કરોડના ખર્ચે નવનિર્માણ કરાયા બાદ
આંખની સારવાર, સોનોગ્રાફી, એક્સ-રે, પેથોલોજી, દાંતની સારવાર વગેરેનું
આયોજન કરાયું છે. પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં તા. ૧૧-૩-૨૩, શનિવારના
સવારે ૧૧.૩૦થી ૧૨.૪૫ કલાકે ઉદ્ઘઘાટન વિધિ યોજાયેલ છે. આ પ્રસંગે
વીરાયતનના સેવારત્ના ચંદનાજી મ. તથા શ્રેષ્ઠિવર્યો ઉપસ્થિત રહેશે.
ફાઉન્ડેશન તરફથી કલકત્તા, કચ્છ, રાજકોટ, મુંબઈમાં આશરે ૭૨થી વધુ
ડાયાલીસીસ મશીન કાર્યરત છે. ૧૯ માર્ચ, રવિવારના પૂ. ગુરુદેવની
નિશ્રામાં કલ્યાણમાં ગુલાબબેન કાનજી મહેતા – જૈન ઉપાશ્રયની ઉદ્ઘાટન
વિધિ યોજાશે. તા. ૨૬-૩ને રવિવારે ઘાટકોપર મોટા ઉપાશ્રયે આયંબિલ
ઓળી પર્વ પ્રસંગે નિશ્રાપ્રદાન કરવા પધારશે.