(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં. જોકે, આજે મુખ્યત્વે ટીન, નિકલ, લીડ ઈન્ગોટ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૫ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ સાધારણ રૂ. ૧નો સુધારો આવ્યો હતો. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સપ્તાહના અંતે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ સાધારણ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૨૭૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ચોક્કસ ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં ટીનના ભાવ રૂ. ૧૫ ઘટીને રૂ. ૨૧૪૮, નિકલના ભાવ રૂ. ૧૩ ઘટીને રૂ. ૨૫૫૦, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. પાંચ ઘટીને રૂ. ૪૬૦, લીડ ઈન્ગોટ્સના ભાવ રૂ. ૩ ઘટીને રૂ. ૧૯૫ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને રૂ. ૭૫૫ના મથાળે રહ્યા હતા.