થાણે જિલ્લાના બદલાપુરમાં ગણેશ વિસર્જન દરમિયાન ૨૫ વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.
થાણે (પૂર્વ)ના કોપરીના સિદ્ધાર્થ નગર, બારા બંગલામાં રહેતો ૨૫ વર્ષનો ગણેશ સાનપ માદ્ય ગણેશ જયંતીની ઊજવણી બાદ ૨૬ જાન્યુઆરી, ગુરુવારના સાંજે સંબંધીઓ સાથે વિસર્જન માટે ગયો હતો.
સાંજના સમયે ગણેશ બદલાપુરના આનંદ નગર, એમ. આઈ. ડી.સીમાં રેલવે જી. પી. ડેમમાં મૂર્તિના વિસર્જન માટે અંદર ઉતર્યો હતોે. એ દરમિયાન ડેમમાં તે ડૂબી ગયો હતો.
દુર્ઘટના સ્થળે અંબરનાથ ફાયર બ્રિગેડે તુરંત રેસ્કયુ ઓપરેશન ચાલુ કર્યું હતું. પરંતુ અંધારું થવાથી રેસ્કયુ ઑપરેશન રોકી દેવામાં આવ્યું હતું. શુક્રવારે વહેલી સવારે ફાયર બ્રિગેડે ફરી તેને શોધવાની કામગીરી ચાલુ હતી.
લગભગ સાત કલાકની શોધખોળ બાદ ગણેશ સાનપનો મૃતદેહ હાથ લાગ્યો હતો.