(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નાંદોદ તાલુકાના રામપુરા ગામે પુણ્ય સલિલા નર્મદા કિનારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ તા. ૨૧ માર્ચના રોજ થયો હતો. તા. ૨૦ એપ્રિલના રોજ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા સમાપ્ત થઈ હતી.
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ૧૭ થી ૨૦ લાખ ભાવિક ભક્તો ઉમટયા હોવાની માહિતી મળી હતી.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન રસ્તામાં આવતા વિવિધ ગામો, સંસ્થા, આશ્રામો અને સેવાભાવી દાનેશ્ર્વરી લોકો દ્વારા ૩૦ જેટલા વિવિધ પ્રકારના ખાણીપીણી અને અન્ય સ્ટોલ દ્વારા મફ્ત ચા, પાણી, નસ્તો, જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક માસ દરમ્યાન ચાર રવિવારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે ભાવિક ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.