મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૮ની તેજી આવી જતાં ભાવ રૂ. ૨૫૦૦ની સપાટી કુદાવીને રૂ. ૨૬૦૦ની નજીક પહોંચી ગયા હતા. વધુમાં નિકલની આગેવાની હેઠળ બ્રાસ, ઝિન્ક સ્લેબ અને કોપરની અમુક વેરાઈટીઓમાં પણ કિલોદીઠ રૂ. ૧થી ૭નો સુધારો આવ્યો હતો.