બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
થોડા સમય પહેલા વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ આપણે ઉજવ્યો અને ગુજરાતી ભાષાને એક બ્રાન્ડ તરીકે કેવીરીતે જોઈ શકાય અને પ્રમોટ કરી શકાય તે વિષે જાણ્યું હતું. હમણા ૨૧મી ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ મધર લેન્ગવેજ ડે અર્થાત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાયો. આપણને જાણ છે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીનો વિચાર બાંગ્લાદેશથી આવ્યો હતો. ૧૯૯૯ ની યુનેસ્કો જનરલ કોન્ફરન્સમાં મંજૂર થયા બાદ વર્ષ ૨૦૦૦ થી સમગ્ર વિશ્ર્વમાં આ દિવસ મનાવવામાં આવે છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર સ્થિર સમાજ માટે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા જરૂરી છે. અન્ય લોકો માટે સહિષ્ણુતા, આદર અને શાંતિ માટેનો તેનો આદેશ છે. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્ર્વને તેની બહુવિધતામાં અભિવ્યક્ત કરવાની રીતો ઉજવવાનો છે, ભાષાઓની વિવિધતાને એક સામાન્ય વારસા તરીકે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ થવું અને દરેક માટે માતૃભાષામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેના માટે કામ કરે છે.
આજે જયારે દુનિયા બેક ટુ બેઝિક તરફ જઈ રહી છે અર્થાત પોતાના મૂળ ને ઓળખો અને તેના તરફ વળો, ત્યારે આ દિવસોનું મહત્ત્વ વધી જાય છે. કારણ, તમારી સંસ્કૃતિને, સભ્યતાને, ઇતિહાસને જાણવા અને તેને મૂળ રૂપમાં સમજવા માટે માતૃભાષામાં લખેલું લખાણ વધુ અસર કરશે અને દિલમાં ઊતરશે. આજે ઘણા દેશો એવા છે જ્યાં તેઓ તેમની માતૃભાષામાં વ્યવહાર કરવામાં માને છે અને નહીં કે અંગ્રેજીને પ્રાધાન્ય આપે છે. ગ્લોબલી આજે જેટલા પણ સફળ દેશો આપણે જોશું, તો તેઓમાં એક વાત સમાન છે અને તે એટલે તેઓએ પોતાની ભાષાને છોડી નથી; પછી તે જર્મની હોય, જાપાન હોય, ચીન હોય કે પછી ઇઝરાયલ હોય. આજે આ વાતને બ્રાન્ડની દૃષ્ટિએ સમજવાની કોશિશ કરીયે તો, આજે ડિજિટલ યુગમાં ભાષા મહત્ત્વનું પાસું છે. તમારા ક્ધઝ્યુમર સુધી પહોંચવા માટે, તેની સાથે સંબંધ બાંધવા માટે તેની ભાષામાં વાત કરવી જરૂરી છે. આજે લગભગ હરેક વ્યક્તિ પાસે મોબાઇલ હોય છે પછી તે શહેરી માણસ હોય કે ગામડાનો ખેડૂત હોય. મહત્ત્વની વાત તે કે બધા લગભગ પોતાની જે માતૃભાષા છે તેમાં મેસેજ કરે છે અને તેને લાગતા વળગતા વીડિયો કે ઓડિયો મ્હાણે છે. અને તેથી બ્રાન્ડને આજની તારીખે કે ભવિષ્યમાં ડિજિટલ મીડિયમ પર સફળતા પ્રાપ્ત કરવી હશે તો ક્ધઝ્યુમરની માતૃભાષાનો સહારો લીધા વિના નહીં ચાલે. આપણા દેશમાં કેટલી બધી ભાષાઓ છે અને મોટા ભાગના લોકો આજે પણ પોતાની ભાષામાં કારોબાર કરે છે અને નહિ કે અંગ્રેજી કે હિન્દીમાં. બ્રાન્ડ આવા સમયે તેમની માતૃભાષામાં પોતાને પ્રસ્થાપિત કરે તો તેઓ તેને અપનાવવા તૈયારી દાખવે પણ ખરા. ભાષા એક માધ્યમ છે એક બીજાની સાથે વાતચીત કરવાનું અને સમજવાનું. જેમ નેલસન મંડેલાએ કહ્યું છે કે; જો તમે કોઈ માણસ સાથે તે સમજે તેવી ભાષામાં વાત કરો, તો તે તેના મગજમાં જશે પણ જો તમે તેની સાથે તેની માતૃભાષામાં વાત કરો છો, તો તે તેના હૃદયમાં જશે. બસ આજ વાત બ્રાન્ડે અપ્નાવવાની છે અને અપનાવી રહ્યું છે. તમે દુનિયાના કોઈપણ ખૂણે હશો, ડિજિટલ મીડિયા તમને તમારી દુનિયા સાથે જોડી રાખશે; પછી તે ન્યૂઝ હોય, વેપાર હોય, સંબંધ હોય કે પછી વિવિધ માહિતીઓ હોય. બીજી મહત્ત્વની વાત તે કે આજે મોબાઇલનો ઉપયોગ બધી ઉંમરના લોકો કરે છે. આ જે ક્ધઝ્યુમર કે મોબાઇલ ઉપભોક્તા છે તેની અપેક્ષાઓ વધશે કે આ મોબાઇલથી હું શું શું કરી શકું. અને આ અપેક્ષાઓને પહોંચી વળવા ક્ધટેન્ટની જરૂર પડશે. આવા સમયે જો બ્રાન્ડ તેને વ્યવસ્થિત રીતે ટાર્ગેટ કરી તેને રિલેટેડ ક્ધટેન્ટ પૂરું પાડશે તો બ્રાન્ડનું પ્રમોશન આપમેળે થશે. પણ ખાસ ધ્યાન તે રાખવાનું કે મારે મારું ક્ધટેન્ટ મારા ક્ધઝ્યુમરની માતૃભાષામાં આપવું પડશે. અહીં ફક્ત મનોરંજનની વાત નથી થતી, તે ક્ધટેન્ટ ખેડૂત માટે કૃષિ વિષયક હોઈ શકે, હેલ્થ કોન્સીયસ માટે સ્વાસ્થ્ય વિષયક હોઈ શકે કે પછી કોઈ રોકાણકાર માટે ઈન્વેસ્ટમેન્ટ વિષયક હોઈ શકે. ભારત નાનાં શહેરોમાં વસે છે અને ઇંટરનેટ આજે ઘરે ઘરે પહોંચી ગયું છે. ત્યારે ફક્ત અંગ્રેજીમાં માહિતીઓ આપવી નહીં ચાલે. કંપનીઓએ પોતાની બધી માહિતીઓ માટે વિવિધ ભાષાઓનો સહારો લેવો પડશે અને તેને મહત્ત્વ આપવું પડશે. આવનારા સમયમાં ૧૦ માંથી ૯ લોકો પોતાની ભાષામાં મળતા ક્ધટેન્ટનો આગ્રહ રાખશે. આ કારણસર ગૂગલ પણ પોતાના બધા પ્રોડક્ટને પ્રાદેશિક ભાષામાં લાવી રહ્યું છે, પછી તે મેપ્સ હોય કે સર્ચ. આ પ્લેટફોર્મ થકી ઘણા બધા પ્રાદેશિક કે વિવિધ ભાષાના ઈ-સેલીબ્રિટિસ મોટા બન્યા છે. બ્રાન્ડે આ રિજનલ સેલીબ્રિટિસની સાથે હાથ મળાવી પોતાનું ક્ધટેન્ટ બનાવવું જોઈયે. આ સેલીબ્રિટિસ વિવિધ પ્રાંતના અને ભાષાના હોવાથી બ્રાન્ડ સરળતાથી આ સેલીબ્રિટિસ દ્વારા તે ભાષાના ક્ધઝ્યુમર સુધી પોતાનો મેસેજ પહોંચાડી શકે છે. બ્રાન્ડને નવા ગ્રાહકો મળે છે અને નવા વિસ્તારોમાં પોતાની બ્રાન્ડને લઈ જવાનો મોકો મળે છે.
હરેક ભાષાની અને તે સમાજની એક વિશેષતા હોય છે, તેને જાણી તેનો ઞજઙ તરીકે ઉપયોગ થવો જોઈએ. બ્રાન્ડ જયારે તેમનું કોમ્યૂનિકેશન બનાવે ત્યારે ટ્રાન્સલેશન અર્થાત ભાષાંતર નહિ પણ તે ભાષામાં ઓરિજિનલ ક્ધટેન્ટ બનાવે. ભાષામાં બદલાવ નહિ પણ ભાષાને લોકો સમક્ષ નવી રીતે મુકો. આપણે જાણીયે છીએ કે કોઈપણ બ્રાન્ડ લાંબા ગાળા સુધી રમવા માટે યુવાનોને પોતાનો ટાર્ગેટ બનાવે છે જેથી તે વૃદ્ધ થાય ત્યાં સુધી તેનો સાથ ના છોડે. જેમ જેમ યુવાન કે સમય બદલાય તેમ બ્રાન્ડની ભાષા અને કોમ્યૂનિકેશન બદલાય, જેમ યુવાન ચાહે તેમ તેની સાથે વાત કરે. કોઈપણ ભાષા પ્રચલિત કરવા તે બોલાવી જોઈએ, લખાવી જોઈએ, વંચાવી જોઈએ અને આજની તારીખે જોવાવી જોઈએ. આજના ઘઝઝ પ્લેટફોર્મના જમાનામાં દુનિયા નાની થઇ ગઈ છે અને સારું ક્ધટેન્ટ રાજ કરે છે. આજે લોકો માટે ક્ધટેન્ટ મહત્ત્વનું છે અને નહિ કે ભાષા. બ્રાન્ડ લોકો સમક્ષ રહેવી જોઈએ અને તેના માટે આજે આપણી પાસે સૌથી મોટું અને સરળતાથી યુવાનો સુધી પહોંચી શકાય તેવું સાધન છે; ઓનલાઇન પ્લેટફોર્મ્સ.
સારું ક્ધટેન્ટ બનાવો અને લોકોને આપો. તેને રસપ્રદ પોડકાસ્ટ જોઈએ છે. બ્રાન્ડેડ ક્ધટેન્ટ તેમની ભાષામાં ઓડિયો ફોર્મમાં પોડકાસ્ટ તરીકે બનાવો, તેમની ભાષામાં બ્લોગ્સ લખો જે તેમને બ્રાન્ડ અને કેટેગરી માટે વધુ માહિતી પીરસે. બ્રાન્ડ જો ભાષાઓના સાહિત્યને ઓડિયો બૂક્સમાં ક્ધવર્ટ કરવાની જવાબદારી લે તો તેઓ લોકો સમક્ષ એક જવાબદાર બ્રાન્ડ તરીકે અને તેમની પોતીકી બ્રાન્ડ તરીકે છાપ ઊભી કરી શકે છે.
આમ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનું મહત્ત્વ વૈશ્ર્વિક સ્તરે વધી રહ્યું છે કારણ લોકોને પોતાના દેશની, ભાષાની અને સંસ્કૃતિની મહત્તા સમજાય છે અને તેને અપનાવવી છે. જો બ્રાન્ડ આજની તારીખે પોતાનું માર્કેટિંગ લોકોની માતૃભાષામાં કરી ક્ધઝ્યુમરને માહિતીઓ પહોંચાડશે તો ચોક્કસપણે પોતે લાંબા ગાળાની રમત રમશે અને ક્ધઝ્યુમરના દિલોદિમાગમાં ઘર કરશે.