ફેબ્રુઆરી મહિનામાં જ આખા દેશમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને આ મહિનામાં જ પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે. હવામાન ખાતાના એક વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે માર્ચ મહિનાના પહેલાં પખવાડિયામાં જ ઉત્તર પશ્ચિની ભારતમાં પારો 40 ડિગ્રીને પાર થઈ જશે અને એપ્રિલ અને મે મહિનામાં તો ઉષ્તામાનનો પારો ક્યાં પહોંચશે એનું અનુમાન અત્યારથી લગાવવું અઘરું છે.
દેશના કેટલાક વિસ્તારમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, દિલ્હીમાં તો રોજેરોજ તાપમાન વધતું જ જઈ રહ્યું છે અને દરરોજ ગરમી એક નવો રેકોર્ડ બનાવી રહી છે. તેનો રેકોર્ડ બનાવી રહી છે… અને આગળના 5 દિવસોમાં આ તાપમાન વધી શકે છે.
IMD દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પશ્વિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં સામાન્યથી 5 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. એટલું જ નહીં પણ હવામાન વિભાગ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે બદલાઈ રહેલાં વાતાવરણને જોવા જઈએ તો હવેથી માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં ગરમી હોય જ છે, પરંતુ આ વર્ષે ગરમીએ માઝા મૂક્યા છે અને ફેબ્રુઆરીમાં જ પારો ઉચકાયો છે.
આગામી 5 દિવસમાં ઉત્તર પશ્વિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધી રહેવાની શક્યતા છે. આ સિવાય આવનાર 2 દિવસમાં ઉત્તર પશ્વિમી ભારતમાં તાપમાનમાં પરિવર્તન જોવા મળી રહ્યો છે અને એને કારણે તાપમાન 2થી 3 ડિગ્રી વધવાનું અનુમાન છે.
IMDના એક અધિકારીએ કહ્યું કે માર્ચના પખવાડિયામાં ઉત્તર પશ્વિમી ભારતમાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધારે પહોંચી શકે છે… ફેબ્રુઆરીમાં ગરમી વધવાનાને પગલે આઈએમડીએ અનેક કારણો જણાવ્યા… જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મુખ્ય કારણ ગણાવ્યું છે…
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું કે તાપમાનમાં વધારો અને ઘઉંના પાક પર તેની અસરને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની એક નવી જાત પણ વિકસાવી છે જે બદલાતી હવામાનની પેટર્ન અને વધતા ગરમીના સ્તરને કારણે ઊભા થતા પડકારોને દૂર કરવા માટે સક્ષમ છે.