Homeટોપ ન્યૂઝગેરકાયદે ખનન કેસમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

ગેરકાયદે ખનન કેસમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને રાહત આપતા સુપ્રીમ કોર્ટે સોમવારે ઝારખંડ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે સીએમ સામે સીબીઆઈ અને ઇડી તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
જસ્ટિસ યુયુ લલિત, એસઆર ભટ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે 17 ઓગસ્ટના રોજ ઝારખંડ સરકાર અને સોરેનની અલગ-અલગ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે માઈનિંગ લીઝ કેસમાં સોરેન સામે તપાસની માંગ કરતી પીઆઈએલ પર કાર્યવાહી કરતા હાઈકોર્ટને રોકી હતી. હેમંત સોરેન પર રાજ્યના ખાણકામ મંત્રી તરીકે પોતાને જ ખાણકામની લીઝ ફાળવવાનો આરોપ છે. આ ઉપરાંત તેમના નજીકના સહયોગીઓ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર ખાણકામ ચલાવવાનો પણ આરોપ છે.
સોરેન અને રાજ્ય સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોરેન વિરુદ્ધની અરજી ઝારખંડ હાઈકોર્ટમાં મેન્ટેનેબલ નથી. કોર્ટના આ નિર્ણય પર હવે હેમંત સોરેનની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને લખ્યું કે સત્યમેવ જયતે!.
EDએ આ કેસમાં સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રા અને અન્ય બે સ્થાનિક – બચ્છુ યાદવ અને પ્રેમ પ્રકાશની ધરપકડ કરી છે.
EDની તપાસ આ વર્ષે 8 જુલાઈએ શરૂ થઈ હતી. ઇડીએ સાહિબગંજ, બરહૈત, રાજમહેલ, મિર્ઝા ચોકી અને બરહરવા સહિત 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે (ઇડીએ) સાહિબગંજમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં હેમંત સોરેનના નામે રાખવામાં આવેલા બેંક ખાતા સાથે સંકળાયેલા બે સહી કરેલ ચેક ધરાવતી પાસબુક અને બે ચેકબુક ધરાવતું સીલબંધ પરબિડીયું રિકવર કર્યું હતું. ઇડીએ હેમંત સોરેનની તમામ બેંક વિગતો ધરાવતી એક પીળા રંગની ફાઇલ પણ જપ્ત કરી હતી.
અત્યાર સુધીમાં ગેરકાયદે ખનન અને ખંડણીના કેસમાં 47 સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 5.34 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે અને 13.32 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ ફ્રીઝ કરવામાં આવ્યું છે.

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -