ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમ તો દરેક એવોર્ડ ફંક્શન ખૂબ જ મહત્ત્વના હોય છે, પણ આ બધા એવોર્ડ ફંક્શનમાં સૌથી વધુ મહત્ત્વનો બની જાય છે આઈફા એવોર્ડ. આ એવોર્ડ ફંક્શન અત્યારે ફરી ચર્ચામાં આવ્યો છે તેનું કારણ છે તેની બદલાયેલી તારીખો.
અત્યાર સુધી એવું સાંભળવા મળી રહ્યું હતું કે આ એવોર્ડ ફંક્શન ફેબ્રુઆરી મહિનામાં યોજાવવાનો હતો, પરંતુ હવે તેની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી તારીખો પ્રમાણે હવે આ એવોર્ડ શો મે મહિનાની 26મી અને 27 તારીખે યોજાશે. અબુ ધાબીમાં આવેલા યસ ટાપુ પર યોજાનારા 23માં આઈફા એવોર્ડ ફંક્શનમાં બોલીવૂડના સિતારાઓ હાજરી લગાવીને તેને ચાર ચાંદ લગાવશે.
Etihad Arena’sના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર જે લોકોએ આ એવોર્ડ ફંક્શન માટે ટિકિટ્સ ખરીદી લીધી છે તેમને નવા તારીખોવાળી ટિકિટો આપવામાં આવશે. જે લોકોને રિફન્ડ જોઈતું હોય તેઓ પણ ઈમેલ કરીને રિફન્ડ માટે રિક્વેસ્ટ કરી શકે છે.
🚨ANNOUNCEMENT 🚨
Please note that IIFA Rocks and IIFA Awards has now been postponed to the 26th and 27th of May.
All customers with existing tickets will receive revised tickets for the new dates automatically. pic.twitter.com/zbHGrYFwmF
— Etihad Arena (@etihadarena_ae) January 6, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત આવા જ એવોર્ડ શો વિવાદોનું કારણ બનતા હોય છે અને આ વિવાદોને પગલે સ્ટાર્સ વચ્ચે નવા સમીકરણો ફેન્સને જોવા મળે છે.