બી-ટાઉનના બાદશાહ શાહરૂખ ખાન એક ફેમિલી મેન છે અને એક સારો અભિનેતા હોવાની સાથે સાથે તે એક અચ્છો પિતા પણ છે. અવારનવાર તે પોતાના ફેમિલી ફોટોઝ કે વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતો હોય છે. હાલમાં જ કિંગ ખાનની દીકરી સુહાના ખાન સાથેનો એક ફોટો સામે આવ્યો છે અને એ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટો પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર સુહાના ખાનના ફેન પેજ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે અને આ ફોટોમાં જોઈ શકાય છે કે સુહાના ખાન પિતા શાહરૂખ સાથે પોઝ આપી રહી છે. આ ફોટોમાં સુહાના સફેદ સ્લીવલેસ ટોપ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. જ્યારે કિંગ ખાન બ્લેક ટી-શર્ટ, બ્લેક જેકેટ અને મેચિંગ રંગીન પેન્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૌરી ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પતિ શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. તે જ સમયે, બી-ટાઉનનું આ કૂલ કપલના ત્રણ સંતાન આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ પણ તસવીરમાં જોવા મળ્યા હતા. કિંગ ખાનના આ ફેમિલી ફોટો પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં એસઆરકેની દીકરી સુહાના ખાન ઝોયા અખ્તર નિર્દેશિત ફિલ્મ ધ આર્ચીઝ દ્વારા એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સુહાના ખાન મનોરંજનની દુનિયામાં ડેબ્યુ કરતા પહેલા તાજેતરમાં બ્યુટી બ્રાન્ડ બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. સુહાનાએ આ ઈવેન્ટના ફોટો પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યા હતા.
જ્યારે કિંગ ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ જવાનમાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખની આ પહેલાંની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર 1050 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સિવાય કિંગ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં જોવા મળશે, જેમાં તેની કો-સ્ટાર તાપસી પન્નુ છે.
View this post on Instagram
View this post on Instagram