શનિને સૌથી ક્રૂર અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જેને પણ શનિદેવના દર્શન થાય છે તે વ્યક્તિ આખી જિંદગી કષ્ટ ભોગવે છે, પણ જો કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપાદ્રષ્ટિ થાય તો તેનું ભાગ્ય ચમકી ઉઠે છે એવું કહેવાય છે. જેમ દરેક દેવતાઓનું એક યા બીજું વાહન હોય છે, એ જ રીતે દેવતાઓને પ્રિય એવા વૃક્ષો અને છોડ પણ હોય છે. ઉદાહરણ આપીને વાત કરવાની થાય તો ભગવાન વિષ્ણુને કેળાનો છોડ ખૂબ જ પસંદ છે, એ જ રીતે ભોલેનાથને બિલિપત્રનું પાન ખૂબ જ પસંદ છે અને કર્મના દેવતા શનિની વાત કરીએ તો શનિને શમીનું વૃક્ષ ખૂબ જ પ્રિય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી અનુસાર દર શનિવારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે શમીના ઝાડની પૂજા કરવાથી શનિદેવ ક્યારેય પણ આવા વ્યક્તિ શનિની કુદ્રષ્ટિ નજર નથી નાખતા અને દરેક ગ્રહોની નકારાત્મક અસર પણ દૂર થઈ જાય છે. આ જ સાથે જ્યોતિષ શાસ્ત્રમાં શમીના ઝાડના કેટલાક એવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, માન-સન્માન અને ધનની આગમન થાય છે. શનિવારે શમીના ઝાડને જળ અર્પિત કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને તેના જીવનમાં આવનારા તમામ અવરોધો દૂર થાય છે.
જો શનિ દોષ હોય તો…
શનિદેવની કોઈપણ દશાથી બચવા માટે શનિવારે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં શમીનો છોડ લગાવો. સળંગ 11 શનિવાર સુધી સાંજે સૂર્યાસ્ત પછી શમીના છોડની સામે તલના તેલનો દીવો પ્રગટાવો અને તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં થોડી ખાંડ નાખીને આ પાણી ચઢાવો. આ ઉપાય કરવાથી શનિદેવના તમામ દોષ દૂર થઈ જશે.
આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા…
જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ચંદન મિક્સ કરીને શનિવારે શમીના ઝાડ પર ચઢાવો. આવું કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યક્તિને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે.
ધનવર્ષા ઈચ્છતા હોવ તો કરો આ ઉપાય
સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લો. હવે શમીના છોડ પર તાંબાના વાસણથી પાણી આપો અને શમીના છોડની સાત પરિક્રમા કરો અને પરિક્રમા કરતી વખતે મનમાં સતત જાપ કરો. આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં આવે.
વ્યવસાયમાં વૃદ્ધિ કરવા માટે…
જો તમારે પણ તમારા વેપારમાં વૃદ્ધિ જોઈતી હોય તો શમીના ઝાડના મૂળમાં હળદર મિક્સ કરીને સતત 21 શનિવાર સુધી ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા વ્યવસાયમાં આવતી તમામ અડચણ દૂર થશે અને તમારી પ્રગતિ થશે.