ઘરમાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે એવું કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે, ત્યાં કોઈ પણ બીમારી તો નથી જ જોવા મળતી પણ એની સાથે સાથે જ એ ઘરમાં મા લક્ષ્મી નો વાસ પણ હોય છે. હવે ઘરમાં સ્વચ્છતા રાખવા માટે સૌથી મહત્વની વસ્તુ સાવરણી છે. સાવરણી વિના સફાઈની કલ્પના કરવી પણ અઘરી શકાતી નથી. સાવરણીનો ક્યારેય અનાદર ન કરવો જોઈએ કારણ કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આકસ્મિક રીતે સાવરણી પર પગ મુકી દો છો તો તરત જ આ કામ કરી લો નહીંતર કંગાળી આવતાં વધુ સમય નહીં લાગે.
સાવરણી પર પગ મૂકાઈ જાય
વાસ્તુશાસ્ત્રમાં ઝાડુને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત જાણતા-અજાણતા કોઈ વ્યક્તિ સાવરણી પર પગ મૂકી દે છે, પણ શું તમે જાણો છો કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ. ઝાડુ પર પગ મૂકવો એ દેવી લક્ષ્મીનું અપમાન છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો તમારી સાથે પણ ક્યારેય આવું થાય છે, તો તમારા હાથથી સાવરણીને સ્પર્શ કરો અને તેને તમારા કપાળ પર લગાવો અને દેવી લક્ષ્મી પાસે તમારી ભૂલ માટે માફી માગો.
અપશુકન છે આ…
સાવરણી ક્યારેય ઉભી ન રાખો. વાસ્તુમાં કહેવાયું છે કે તેને હંમેશા નીચે મૂકી દેવી જોઈએ. એવું કહેવાય છે કે સાવરણીને ઊભી મૂકવી અશુભ માનવામાં આવે છે, જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરો. જો સાવરણી તૂટેલી અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય, તો તેને તરત જ બદલો. આ સાથે જ ધ્યાન રાખો કે શુક્રવાર અને ગુરુવારે સાવરણી બહાર ન ફેંકો.
પૈસાની અછત થશે…
રાત્રે ક્યારેય ઝાડુ ન મારશો નહીં… જો તમે આવું કરો છો તો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં સાવરણી રાખો છો તો જીવનમાં ધનની ખોટ નથી થતી અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. સાવરણીને કબાટની પાછળ કે તિજોરી પાસે ક્યારેય ન રાખવી જોઈએ. આવું કરવાથી ધનની હાનિ પણ થાય છે.