સેપરેશન ઓફ સલીમ-જાવેદ વિશે ‘જાદુનામા’ પુસ્તકમાં શું છે?
ફિલ્મનામા -નરેશ શાહ
તુમ્હારા નામ ક્યા હૈ બસંતી ? ક્તિને આદમી થે ? મેરે પાસ માં હૈ મૈં આજ ભી ફૈંકે હુએ પૈસે નહીં ઉઠાતા…
સામાન્ય વાક્યો લાગતાં આ હિન્દી ફિલ્મો (શોલે-દિવાર) ના ઓલટાઈમ ફેવરિટ ડાયલોગ છે, જે જાવેદ અખ્તરની કલમેથી અવતર્યા છે. એ વાત હવે પુરવાર થઈ ગઈ છે કે સલીમ-જાવેદે જે ફિલ્મો સાથે મળીને લખી, તેના ડાયલોગ મોટાભાગે જાવેદ અખ્તર જ લખતા હતા.
સલીમ ખાનસાહેબથી અલગ થયા પછી તો જાવેદ અખ્તરે હિન્દી ફિલ્મોના એક-એકથી લાજવાબ ગીતો અને ગઝલો પણ લખી. હા, ગઝલ પણ. જાવેદ અખ્તરે સાથ-સાથ અને અર્થ ફિલ્મ માટે લખેલી ગઝલોની ઓડિયો કેસેટનું રેકોર્ડબે્રક વેચાણ થયું હોવાનું મ્યુઝિક કંપની એચએમવી સ્વીકારી ચૂકી છે.
ઓવર ટુ સલીમ-જાવેદ ડયૂ.
સલીમ-જાવેદે સાથે મળીને ૧૯૭૦માં ફિલ્મો લખવાનું શરૂ ર્ક્યું અને સાથે મળીને વીસ ફિલ્મો (મિસ્ટર ઈન્ડિયા – ૧૯૮૭માં આવેલી) લખી તેમાં એવરેજ કહી શકાય તેવી ચારેક ફિલ્મો (જમાના, ચાચા ભતીજા, ઈમાન ધરમ, આખરી દાવ) જ હતી.
બાર ફિલ્મો તો બ્લોક બસ્ટર અને બીજી ફિલ્મો સુપરહિટ
હતી. તમે અરવિંદ મંડલોઈ લિખિત જાદુનામા વાંચો છો
ત્યારે ખ્યાલ આવે છે કે રાજેશ ખન્નાએ હાથી મેરે સાથી ફિલ્મ માટે તેમને બોલાવ્યા ત્યારે ફિલ્મના સેક્ધડ હાફથી તેમને સંતોષ્ા નહોતો.
હાથી મેરે સાથી ફિલ્મ પેટે મળેલી સાઈનિંગ એમાઉન્ટથી કાકાએ જયુબિલી-સ્ટાર રાજેન્દ્રકુમારના ડિમ્પલ બંગલાનું પેમેન્ટ ચૂક્વી દીધું હતું. એ બંગલો પછીથી આર્શીવાદ તરીકે પ્રસિદ્ધ થયો. રાજેશ ખન્ના ઈચ્છતાં હતા કે હાથી મેરે સાથી ફિલ્મ બને અને તેનું આખું પેમેન્ટ મળી જાય એટલે તેમણે સલીમ-જાવેદને સ્ક્રિપ્ટ અને ડાયલોગ માટે પસંદ ર્ક્યો.
મહેનતાણાં તરીકે સલીમ-જાવેદને (૧૯૭૦માં) પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જાવેદ અખ્તરનો માસિક ખર્ચ ત્યારે સો રૂપિયા હતો.
રેસ્ટ ઈઝ હિસ્ટરી અને સલીમ-જાવેદ વચ્ચે ભંગાણ પડવું, એ પણ દરેક અર્થમાં હિસ્ટોરિક હતું કારણકે હિન્દી સીનેમાના કોઈ લેખકોને સલીમ-જાવેદ જેવી સફળતા,
પૈસા, માનમરતબો મળ્યાં નહોતા, મળ્યાં પણ નથી. એ જોડી
અલગ થઈ ત્યારે બે્રકિંગ ન્યૂઝ જેવો ધ્રુજારો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં થયો હતો.
જાવેદ અખ્તરની ગાડી તો એ પછી તરત પાટે ચઢી ગઈ હતી પણ સલીમ ખાનનો કેરિયર ગ્રાફ તપાસો તો ખબર પડે કે એ જરા હતપ્રભ અને અપસેટ થઈ ગયા હતા. આવું થવું સહજ હતું કારણકે સાથે કામ ન કરવાનો નિર્ણય લઈને જાવેદ અખ્તરે જ તેની જાણ સલમાન-પિતા સલીમ ખાનને કરી હતી.
જાદુનામાના લેખક અરવિંદ મંડલોઈ પૂછે છે ત્યારે જાવેદ અખ્તર કહે છે કે મારી કારર્કિદીમાં પહેલું કે બીજું નહીં, પણ પ્રથમ ચાર નામ પર માત્ર સલીમસાબ જ છે…
… અને તો ય આ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું અને તેની પહેલ જાવેદ અખ્તરે જ કરી હતી.
જાદુનામામાં જાવેદ અખ્તરે આ બે્રકઅપની લાંબી કેફિયત આપતાં કહ્યું છે કે, સલીમસાબ લાંબા સમયકાલ સુધી મારા માટે ફાધર ફિગર રહ્યા અને તેમના પત્ની (સલમાન ખાનના મધર) સલમાજીને હું ભાભીનું સંબોધન કરતો પણ તેઓ મારા માટે મધર ફિગર હતાં. મારો એ બન્ને સાથેનો સંબંધ બરોબરીયાનો નહોતો, આજે પણ નથી. એ બન્ને મારાથી મોટા છે અને હું આજે ય એમને મારાથી મોટા હોવાનો આદર આપું છું.
અમારી (સલીમ-જાવેદ) વચ્ચે ગજબની મહૌબ્બત, અંડરસ્ટેન્ડિંગ અને ટયૂનિંગ હતું. અમે ક્રિએટીવ કામ સાથે એટલે જ કરી
શક્તા હતા. અમે કંઈ સિમેન્ટ નહોતા બનાવતા કે આટલી પડતર છે અને આટલું વેચાણ છે તો થયેલાં પ્રોફિટને અડધો-અડધો વેચી લો… અમે સાથે ફિલ્મો લખતાં હતાં, જેનું ગજ કે ફૂટમાં માપ ન નીકળે.
લખતી વખતે અમને બન્નેને એકબીજા પર પૂરો ભરોસો
રહેતો. હું કાંઈ સૂચન કરું ત્યારે કે તેઓ કશું સજેસ્ટ કરે ત્યારે – એ અમારા ઈગો માટેની વાત નહોતી પણ અમે (ફિલ્મના) સીનને ઉત્તમ બનાવવા માટેની કોશિશ કરી રહ્યા છીએ, એ અમને બન્નેને ખબર હતી.
આ રેપો હતો ત્યાં સુધી અમે સાથે કામ કરતા રહ્યા પણ પછી થયું કે જિંદગીએ અમારું ફ્રેન્ડ-સર્કલ અલગ કરી નાખ્યું. હું મારા મિત્રો સાથે, તેઓ તેમના મિત્ર સાથે બેસવા લાગ્યા. એક સમય હતો કે રોજ સાંજે અમે ભેગા થઈને બેસતા, પરંતુ પછીથી હમારી શામેં અલગ ગુજરને લગી…
એક સમય હતો કે કહ્યા વગર અમે એકબીજાની વાત
સમજી જતા હતા પણ એ સંબંધ પછી બચ્યો હોય એવું લાગતું નહોતું.
બેશક, આ બધું ધીરે ધીરે બન્યું. મને લાગ્યું કે (અમારી વચ્ચે) વો જો પુલ થા, વો પુલ કહીં તૂટ ગયા થા, જીસ સે હમ એકદૂસરે કી સૌચ ઔર દિલ તક પહોંચ પાતે થે… (અમારા સેપ્રેશનનું) એ સિવાય કોઈ કારણ નહોતું. ન અમે એકબીજા સાથે કદી બેઈમાની કરી હતી. ન નામ માટે કે કામ માટે કે દામ માટે… અમારા વચ્ચે ક્યારેય કોઈ ડિફરન્સ જન્મ્યો જ નહોતો.
જુવાનીથી જ પોતાને નાસ્તિક ગણાવતાં જાવેદ અખ્તરના જીવનનાં આ બે વાક્યો (જાવેદ-હની ઈરાની તેમજ સલીમ-જાવેદ) ઉપરાંત પણ જાદુનામા પુસ્તકનું ક્ધટેન્ટ એવું મજબૂત છે કે આ સિરીઝના હજુ બેચાર એપિસોડ લખી શકાય પણ જાદુનામા તરફ તમારું ખેંચાણ વધારવા માટે આટલું લખાણ ઈનફ છે.