Homeઆપણું ગુજરાતકેજરીવાલનો વધુ એક વચન: AAPની સરકાર બનશે તો ગુજરાતીઓને અયોધ્યા રામ મંદિરના...

કેજરીવાલનો વધુ એક વચન: AAPની સરકાર બનશે તો ગુજરાતીઓને અયોધ્યા રામ મંદિરના મફતમાં દર્શન કરાવશે

ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અને ગુજરાતના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણી નાજુક આવતા તેઓ હિંદુઓના મત મેળવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. આજે ચીખલીમાં જાહેર સભા સંબોધતા તેમણે કહ્યું કે, આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર બની જશે. જે ગુજરાતીઓ પાસે પૈસા નથી તેમને રામ લલ્લાના દર્શન મફતમાં કરાવીશ. 1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ગજબ થઈ રહ્યો છે, જ્યાં જઈએ છે ત્યાં એક જ શબ્દ બદલાવ બદલાવ બદલાવ. IBએ ગુજરાતમાં ફરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો કે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ગુજરાતમાં રેકોર્ડ બનાવો 182માંથી 150 બેઠકો AAPને આપો. સરકાર બન્યા પછી પહેલું કામ ભ્રષ્ટાચાર દૂર કરીશું. ગુજરાતની જનતાએ સરકારને અરબો ખરબો રૂપિયા આપ્યા છે. ક્યાં ગયા રૂપિયા, ભાજપવાળા લૂંટી લે છે.

તેમણે લોકોને ભ્રષ્ટાચાર મુક્ત સરકારનું વચન આપતા કહ્યું કે ગુજરાતમાં અમારી સરકાર બનશે, તો કોઈ મુખ્યપ્રધાન, પ્રધાન, વિધાનસભ્યચોરી નહીં કરે, કોઈ ચોરી કરશે તો જેલમાં જશે. પંજાબમાં AAP સરકારના હેલ્થ મીનીસ્ટર ગડબડ કરી રહ્યા હતા, તો પંજાબ મુખ્યમંપ્રધાન ભગવંત માને તેમને જેલમાં મોકલી દીધા. જેને પણ રૂપિયા ખાધા છે, એમના પેટમાંથી પણ ખેંચીને કાઢીશું. મારો ભાઈ કે મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો પણ નહીં ચાલે. 15 ડિસેમ્બરે AAPની સરકાર બનશે અને ભ્રષ્ટાચારમુક્ત સરકાર બનાવીશું.

1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે. 1 માર્ચ પછી  બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. વારંવાર ગુજરાત આવી રહ્યો છું. કોઈ ભાઈ માને છે કોઈ દીકરો માને છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -