મુંબઈઃ કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઈએસસીઈ) બોર્ડ દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ ઓફ સ્કૂલ એજ્યુકેશન (આસીએસઈ) બોર્ડ દ્વારા લેવામાં આવતી દસમાની પરીક્ષા 27 માર્ચ 2023થી શરૂ થશે અને 29 માર્ચ 2023ના પૂર્ણ થશે.
ઈન્ડિય સ્કૂલ સર્ટિફિકેટ (આઈએસસી) દ્વારા લેવામાં આવતી બારમાની પરીક્ષા 13 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલશે. બંને પરીક્ષાના ટાઈમટેબલ બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://cisce.org/ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રશ્નપેપર વાંચવા માટે શરૂઆતમાં વધારાની 15 મિનિટ આપવામાં આવશે. અપવાદરૂપ સંજોગોમાં પરીક્ષા કેન્દ્રોમાં મોડા પહોંચનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોમાં કોરોનાના પ્રોટોકોલનું કડક રીતે પાલન કરવામાં આવશે, એવું સીઆઈએસસીઈ બોર્ડે જણાવ્યું હતું.