ટીમ ઈન્ડિયા માટે મંગળવારનો દિવસ ખાસ કંઈ મંગળ રહ્યો હોય એવું લાગતું નથી, કારણ કે એક પછી એક આંચકાઓ ટીમ ઈન્ડિયાને લાગી રહ્યા છે. સૌથી પહેલો આંચકો આપ્યો ટીમ ઈન્ડિયાના ધૂંઆધાર બેટ્સમેન શ્રેયર અય્યરે. ઈજાગ્રસ્ત થતાં શ્રેયસ ન્યુઝીલેન્ડ સામે રમાનારી વન-ડે સિરીઝથી બહાર થઈ ગયો છે તો બીજી બાજુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ક્રિકેટ ફેન્સને ખરાબ સમાચાર આપ્યા છે. આઈસીસીએ અઢી કલાકમાં જ બીજી વખત ટેસ્ટ ટીમની તાજા રેકિંગ બીજી વખત અપડેટ કરી છે અને આને કારણે ઈન્ડિયન ક્રિકેટ ટીમને બીજો મોટો આંચકો લાગ્યો છે.
ICCએ આજે બપોરે 1.30 વાગ્યે ટેસ્ટ ટીમની તાજા રેકિંગ જારી કરીને ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ઈન્ડિયામાં નંબર-1 જાહેર કરી હતી, પણ હવે 4 વાગે ફરી એક વખત ICCએ રેકિંગ અપડેટ કરી છે અને તેમાં ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એક વખત 3668 અને 126ની રેટિંગ સાથે નંબર વન બની ગઈ છે જ્યારે ઈન્ડિયન ટીમ 3690 અને 115ની રેટિંગ સાથે બીજા નંબર પર આવી ગઈ છે.
🚨 JUST IN: India will be without the services of Shreyas Iyer for the ODI series against New Zealand.
Details 👇https://t.co/hpKuLRCGof
— ICC (@ICC) January 17, 2023
ICCએ આજે સવારે 8 વાગ્યે પણ ટીમની રેકિંગ જાહેર કરી હતી અને તેમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમ જ પહેલાં નંબર પર હતી. પરંતુ 1.30 કલાકે ICCએ ફરી રેકિંગ જાહેર કરીને ટીમ ઈન્ડિયાને 3690 અને 115ની રેટિંગ સાથે નંબર વન પર બનાવી હતી. આ રેકિંગમાં ઓસ્ટેલિયન ટીમ 3231 અંકની અને 111ની રેટિંગ સાથે બીજા નંબર પર આવી ગઈ હતી. પણ ત્રીજી વખતના અપડેટમાં પાછો ટીમ ઈન્ડિયાને આંચકો આપ્યો હતો.
ICCની તાજી ટેસ્ટ ટીમની રેકિંગમાં ન્યુઝીલેન્ડની ટીમને પણ નુકસાન થયું છેય ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાનેથી પાંચમા નંબર પર આવી ગઈ છે અને સાઉથ આફ્રિકાની ટીમ 5,017 અંક અને 107ની રેકિંગ સાથે ચોથા નંબરે આવી ગઈ છે. આ યાદીમાં પડોશી દેશ પાકિસ્તાનની ટીમ સતત સીરિઝ હારવાને કારણે રેકિંગમાં છઠ્ઠા નંબર પર છે.