ઈન્ડિયન એરફોર્સે બ્રહ્મોસ એક્સટેન્ડેડ એર વર્ઝનના સુખોઈ-30 એમકેઆઈનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ એન્ટિ-શિપ વેરિયન્ટ છે. તેના પરીક્ષણ દરમિયાન મિસાઈલે ટાર્ગેટેડ શિપને ધ્વસ્ત કર્યું હતું અને આ મિસાઈલની રેન્જ 400 કિલોમીટરની છે. બંગાળની ખાડીમાં એસ-યુ30 એમકેઆઈ વિમાનથી ટાર્ગેટ પર હુમલો કરતા મિસાઈલે નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કર્યા હતા.
આના ટેસ્ટિંગની સાથે ઈન્ડિયન એરફોર્સે સુખોઈ ફાઈટર જેટે જમીન અથવા દરિયામાં બહુ અંતરેના ટાર્ગેટ કરવાની સાથે મારક ક્ષમતા પણ હાંસલ કરી લીધી છે. પ્રેસિસન સ્ટ્રાઈકની ક્ષમતામાં વધારો થયો છે. પરીક્ષણમાં ઈન્ડિયન એરફોર્સની સાથે સાથે ડીઆરડીઓ, ભારતીય નૌકાદળ, બીએપીએલ અને એચએએલનો સમાવેશ થાય છે. બ્રહ્મોસની નવા વજર્નને કારણે સુખોઈની મારક ક્ષમતા વધી છે.
સુખોઈ-30 એમકેઆઈ (Su-30MKI) વિમાનના જોરદાર પ્રદર્શનની સાથે એર લોન્ચ બ્રહ્મોસ મિસાઈલની એક્સટેન્ડેડ રેન્જ ક્ષમતા ભારતીય હવાઈદળને વધુ મજબૂત બનાવશે. અગાઉ ઈન્ડિયન એરફોર્સની વેસ્ટર્ન કમાને 29મી નવેમ્બરે જમીનથી જમીન પર ટાર્ગેટ કરનારી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂજ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.