Homeટોપ ન્યૂઝ‘ઇશ્વરરુપિ જનતાના ગળાનો સાપ બનવું મને ગમશે’ : કર્ણાટકથી ખરગે પર મોદીનો...

‘ઇશ્વરરુપિ જનતાના ગળાનો સાપ બનવું મને ગમશે’ : કર્ણાટકથી ખરગે પર મોદીનો પ્રહાર

હાલમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર તેની ચરમ સીમાએ પહોંચ્યો છે. સત્તાધારી ભાજપ સહિત કોંગ્રેસ દ્વારા પણ જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. હાલમાં જ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની તુલના ઝેરી સાપ સાથે કરી હતી. ત્યારે હવે સત્તાધારી અને વિપક્ષ આ મુદ્દે સામ સામે આવી ગયા છે. દરમિયાન આજે કર્ણાટકમાં સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ ખરગે પર શાબ્દિક વાર કરતાં પોતાને ઇશ્વરરુપી જનતાના ગળાનો સાપ બનવાનું ગમશે એમ કહ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકના કોલારમાં પ્રચાર સભા દરમિયાન વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર વાર કર્યો હતો. હું ભ્રષ્ટાચારનો વિરોધ કરું છું એટલે કોંગ્રેસ મારા પર ટિકા કરે છે. એમ મોદીએ કહ્યું હતું. તેઓ વધુમાં બોલ્યા કે, આજે હું ભ્રષ્ટાચાર સામે લઢી રહ્યો છું. જેની સૌથી વધુ તકલીફ કોંગ્રેસને થઇ રહી છે. તેથી કોંગ્રેસને મારા પ્રત્યે તિરસ્કાર વધી રહ્યો છે. આજ કાલ કોંગ્રેસના લોકો મને ધમકી આપી રહ્યાં છે. તેઓ કહે છે કે મોદી તારી કબર ખોદાશે. કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મોટો મુદ્દો સાપ છે. એ મારી સાપ સાથે તુલના કરી રહ્યાં છે અને લોકો પાસે વોટ માંગી રહ્યાં છે. પણ સાપ તો ભગવાન શંકરના ગાળાની શોભા છે. મારા માટે દેશની જનતા ઇશ્વર સ્વરુપ છે. તે ભગવાન શંકરનું જ સ્વરુપ છે. તેથી ઇશ્વરરુપી જનતાના ગળાનો સાપ બનવાનું મને ગમશે. મને ખાત્રી છે કે કર્ણાટકની જનતા ગાળો આપનારી કોંગ્રેસને દસમી મે ના રોજ મત પેટીના માધ્યમથી જવાબ આપી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -