દિલ્હીમાં શ્રદ્ધાની નિર્મમ હત્યા પ્રકરણે દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના ધૂળેમાં લીવ ઈનમાં રહેતી મહિલાને તેના બોયફ્રેન્ડે શ્ર્દધા જેવી હાલત કરવાની ધમકી આપી હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. આરોપીએ તેની ગર્લફ્રેન્ડને ધમકી આપી હતી કે જો તુ મારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલે તો શ્રદ્ધાના 35 ટુકડા થયા હતાં, પરંતુ હું તારા 70 ટુકડા કરીશ.
યુવતીને ધમકી મળ્યા બાદ તેણે પોતાના બોયફ્રેન્ડ અર્શદ સલીમ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી માગિતી અનુસાર યુવતીએ 29 નવેમ્બરના ફરિયાદ નોંધાવી હતી કે તેનો બોયફ્રેન્ડ અર્શદ 2021 જુલાઈ મહિનાથી શોષણ કરી રહ્યો છે અને તેઓ લીવ ઈનમાં રહે છે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર યુવતીના પતિનું 2019માં રોડ અકસ્માતમાં મોત થયું હતું તે બાદ તે હર્ષલ માળી નામના યુવકને મળી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તે ધુળેના જંગલમાં લઈ ગયો હતો અને રેપ કરીને ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો હતો. જે બાદ જુલાઈ 2021માં બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. થોડા સમય બાદ યુવતીને જાણ થઈ તે હર્ષલનું સાચું સામ અર્શદ સલીમ મલિક છે. બાદમાં ઓસ્માનાબાદના ફ્લેટમાં તેઓ શિફ્ટ થયા હતાં. અર્શદ યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્સ કરતો હતો અને યુવતીના પહેલા પતિના બાળકને પણ ધર્મ બદલવા માટે દબાણ કરવાની કોશિશ કરી હતી. ધુળેના ગામમાં તેણે આૅગસ્ટ મહિનામાં યુવતીએ અર્શદના બાળકને જન્મ આપ્યો હતો.
ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, અર્શદ શારિરીક યાતનાઓ આપી રહ્યો છે અને ધમકી આપી હતી કે મારી ઈચ્છા મુજબ નહીં થયું તો શ્રદ્ધા જેવી હાલત કરશે, શ્રદ્ધાના 35 ટુકડા કરવામાં આવ્યા હતાં હું 70 કરીશ.