પ્રાસંગિક-અનંત મામતોરા
શરદ કેળકર ટીવી સિરિયલોના કારણે ઘર ઘરમાં જાણીતો ચહેરો છે. તેના ધીરગંભીર અવાજને કારણે પણ ઘણા લોકો તેને પસંદ કરે છે. તે એક સારો અભિનેતા તો છે જ. તો આજકાલ શરદ શું કરી રહ્યો છે?
શરદ કેળકર તેની નવી ફિલ્મ ‘હર હર મહાદેવ’માં બાજી પ્રભુનું પાત્ર ભજવી રહ્યો છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં આ ફિલ્મ તમારા નજીકના થિયેટરમાં રિલીઝ થઈ ગઈ હશે. આ ફિલ્મમાં ફરી એક વાર તેણે પોતાના દમદાર અભિનયથી બધાને પોતાના પ્રશંસક બનાવ્યા છે. આ અવસર પર શરદ કેળકરે ખાસ વાતચીત કરી હતી. ‘બાહુબલી’માં પ્રભાસનો અવાજ બનવાથી લઈને તેણે ગોસિપ્સથી દૂર રહેવા સહિત અનેક વિષયો પર વાત કરી. શરદ કેળકર સાથેની વાતચીત વાંચો.
હર હર મહાદેવ ફિલ્મ વિશે
અમે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજને ભગવાન સમાન ગણીએ છીએ. આ ફિલ્મ દ્વારા અમે ભારતીય ઈતિહાસનાં તે પાનાંઓ ઝીલવાનો પ્રયાસ કર્યો છે, જે સૌરાષ્ટ્ર માટે રાત-દિવસ એક કરે છે. આજકાલ અમેરિકન હિસ્ટ્રી વગેરે ઘણું ભણાવવામાં અને શીખવવામાં આવે છે, પરંતુ અમારો વિચાર એ હતો કે આપણે આ ફિલ્મ દ્વારા આપણા દેશનો ઈતિહાસ અને હીરોની ગાથા રજૂ કરવી જોઈએ. ‘હર હર મહાદેવ’માં છત્રપતિ શિવાજીના સેનાપતિ બાજી પ્રભુ દેશપાંડેની વાર્તા દર્શાવવામાં આવી છે. દર્શકોને આ ફિલ્મ ચોક્કસ ખૂબ જ પસંદ આવશે.
‘ભોલા’ ફિલ્મમાં નહીં જોવા મળે
અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ માટે મારું નામ સતત લેવામાં આવી રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માગું છું કે હું ‘ભોલા’માં નથી, પરંતુ તે ચોક્કસપણે સારા સમાચાર છે કે અજય દેવગન સાથે એક પ્રોજેક્ટ પર વાતચીત ચાલી રહી છે અને આવતા વર્ષ સુધીમાં આ પ્રોજેક્ટ સંબંધિત તમામ માહિતી તમારી સામે
આવી જશે.
સ્વરકળા અને અભિનય મારાં બે બાળકો જેવાં છે
કામ મારા માટે કામ છે. સ્વરકળા અને અભિનય… મારાં બે બાળકો જેવાં છે, મારા માટે તેમાંથી પસંદ કરવું મુશ્કેલ છે, પરંતુ અભિનય મારો પહેલો શોખ છે અને
હંમેશાં રહેશે. લોકો મારા અવાજની
પ્રશંસા કરે તો સારું લાગે છે. હું વોઇસ ડબિંગ શબ્દનો ઉપયોગ કરતો નથી, તેના બદલે હું આ ફોર્મને વોઇસ એક્ટર કહેવાનું પસંદ કરું છું.
‘હર હર મહાદેવ’ એસ. એસ. રાજામૌલીને સમર્પિત છે
હું એસ. એસ. રાજામૌલીની રચનાત્મકતાની પ્રશંસા કરું છું. તે એવા પ્રકારની વ્યક્તિ છે જે ફિલ્મ વિશે જે રીતે વિચારે છે તે રીતે ફિલ્મ બનાવે છે. તે ક્યારેય કંઈ પણ પુનરાવર્તન કરતા નથી અને દરેક વખતે કંઈક અલગ સાથે આવે છે. અમે ‘હર હર મહાદેવ’ માત્ર એસ. એસ. રાજામૌલીને જ સમર્પિત કરીએ છીએ.
‘બાહુબલી’માં પ્રભાસનો અવાજ
બનવા વિશે
એક ફિલ્મ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પ્રભાસે ‘બાહુબલી’માં ઘણી મહેનત કરી હતી. તેણે ‘બાહુબલી’ માટે પોતાના જીવનનાં પાંચ વર્ષ આપ્યાં છે. તેણે માત્ર શારીરિક જ નહીં, માનસિક રીતે પણ સખત મહેનત કરી છે. સાચું કહું તો તેણે ૯૫ ટકા મહેનત કરી છે, મેં ‘બાહુબલી’માં માત્ર ૫ ટકા મહેનત કરી હશે.
મને પિરિયડ ફિલ્મો કરવી ગમે છે,
કારણ કે…
આજકાલ પિરિયડ ફિલ્મો ઘણી બની રહી છે. આ ફિલ્મો અભિનય અને કલાકારો દ્વારા આપણને એવા સમયમાં લઈ જાય છે જેને આપણે આજે વર્ષો પછી જાણી અને સમજી શકીએ છીએ. હું પણ માનું છું કે આપણે બીજા દેશોના ઈતિહાસ વિશે ઘણું જાણવા માગીએ છીએ, તો આપણે આપણા દેશ વિશે કેમ ન જાણવું અને સમજાવવું જોઈએ.
પિરિયડ ફિલ્મો પર વારંવાર થતા વિવાદો વિશે: દરેકને ખુશ કરી શકાતા નથી
તમે જીવનમાં ગમે તેટલું સારું કરો, તમે દરેકને ખુશ કરી શકતા નથી. ફિલ્મ મેકર દરેક માટે ફિલ્મો બનાવે છે, પરંતુ દરેકને ખુશ કરી શકાતા નથી. દરેક વ્યક્તિ કોઈ પણ વિષયને પોતાના દૃષ્ટિકોણથી જુએ છે. ફિલ્મ નિર્માતા ફક્ત પ્રયાસ કરી શકે છે. જોકે વાંધો ઉઠાવનારાઓથી કોઈ સમસ્યા નથી.
તમે જાતે જ જુઓ છો કે એક જ પૌરાણિક કથાનું જુદા જુદા લેખકો દ્વારા અલગ અલગ રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. હવે આપણને ખબર નથી કે શું સાચું કે ખોટું. આ લેખકો પણ આ જ વિષય વિશે પોતપોતાની પૌરાણિક હકીકતો આપે છે. આવી સ્થિતિમાં, એક ફિલ્મ મેકર તમામ હકીકતો સાથે સ્ક્રિપ્ટ તૈયાર કરે છે અને તમામ સંશોધન પછી એક ફિલ્મ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આટલી મહેનત કર્યા પછી પણ તમે બધાને ખુશ કરી શકતા નથી.
હું વાદ અને વિવાદોથી દૂર રહું છું
હું બહુ સાદો માણસ છું. હું કામ કરું છું અને કામ પતે એટલે સીધો ઘરે જાઉં છું. હું એવું કંઈ કરતો નથી કે લોકો મારા વિશે સારું કે ખરાબ કહે. મારું જીવન ખૂબ જ સાદું છે. હું કોઈ કાંડ નથી કરતો. બની શકે કે મારી કરિયરમાં ઉપર જતાં મારા વિશે વિવાદ થઈ શકે છે. બસ, મારે સાદું જીવન જીવવું છે. હું નથી કોઈ ઝઘડામાં પડતો અને નથી હું આવી પરેશાનીઓમાં પડવા માગતો. હું આ બધાથી દૂર રહું છું. ઉ