મુંબઈ/પુણેઃ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય મહારાષ્ટ્ર પ્રવાસ પર છે ત્યારે તેમની હાજરીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાર્યકરોની સામે સૌથી મોટી વાત કરી હતી. તે પદ છોડવા તૈયાર છે અને એક વર્ષ માટે પણ ઘર છોડવા તૈયાર છે, એવું ફડણવીસે જણાવ્યું હતું.
તેઓ પુણેના બાલગંધર્વ ઓડિટોરિયમમાં ભાજપની મહારાષ્ટ્ર પ્રદેશ કાર્ય સમિતિની બેઠકમાં તેમણે સ્ફોટક નિવેદન આપ્યું હતું. કાર્યકર્તાઓ અને પાર્ટીના અધિકારીઓને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આગામી એક વર્ષ સુધી દરેક પ્રકારના બલિદાન માટે તૈયાર રહ્યા છે.
વાસ્તવમાં 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને મહાવિકાસ અઘાડી (એમવીએ) સામે કેવી રીતે લડવું તેના અંગે જણાવ્યું હતું. જોકે, તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસ પાર્ટી, એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સાથે સાથે મહાવિકાસ અઘાડીના ઠાકરે જૂથની ઝાટકણી કાઢી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારની ટીકા કરતા કહ્યું હતું કે બીજી મેએ શરદ પવારે રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ તેમને રાજીનામું પાછું લીધું. વાસ્તવમાં જો ટીઆરપી લેવી હોય તો તમારે શરદ પવાર પાસેથી તાલીમ લેવી જોઈએ. પોતાનું જ રાજીનામું પોતાની પાર્ટીને આપ્યું અને ફરી પાછું લઈ લીધું. વાસ્તવમાં શરદ પવારે એમ કરીને ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવ્યો કે રાજીનામું આપવાની વાત કરવી અને રાજીનામું આપવા ફરક હોય છે.
કર્ણાટક ગયું અને હવે મહારાષ્ટ્રનો વારો છે એવા મહાવિકાસ આઘાડીના ઓરતા રાખી રહ્યું હોય તો એ બધી બેકાર વાત છે. ખાસ તો મહાવિકાસ આઘાડીમાં જ અંદરોઅંદર ભેદભાવ છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની ટીકા કરવાની સાથે કોંગ્રેસની પણ ટીકા કરી હતી.
બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલાની બહાર મળેલા વિસ્ફોટકોની સ્ક્રિપ્ટ ફડણવીસે લખી હતી. મહાવિકાસ આઘાડી સરકારને બદનામ કરવાનું એ ષડયંત્ર હતું. પટોલેને જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તો પછી તો શું હું પણ કહું કે મુંબઈમાં 26/11નો હુમલો નાના પટોલેએ કરાવ્યો હતો?