આપણામાં કહેવત છે કે લક્ષણ પારણામાંથી, પણ પુત્રીનાં? પુત્રીના લક્ષણ તો માતાના ગર્ભથી જ કળાઈ જતા હોય છે, એવું જ કંઈક જાણીતા બિલ્ડર એવા નેન્સી મહેતા ગોથીનું છે. મુંબઈના ટોચના બિલ્ડરોમાં જેની ગણના થાય છે એવા સિલ્વર ગ્રૂપના માલિક મહેતાના એ પુત્રી છે. તે મોટા ઉદ્યોજક હાર્દિક ગોથીના એ પત્ની છે. તેમને સિગિંગનો શોખ છે અને એ પણ તેમને આ વ્યવસાયમાં ઝંપલાવવું કેમ સૂઝ્યુંના જવાબથી એમણે શરૂઆત કરી કે નાનપણથી જ હું સ્વતંત્ર સ્વભાવની હતી, આથી જ મને ઘરથી દૂર ઊટીની શેફર્ડ પબ્લિક સ્કૂલમાં એડમિશન લીધું. ત્યારબાદ ચિન્મય ઈન્ટરનેશનલ સ્કૂલ અને બીજી વિવિધ સ્કૂલોમાં ભણતર મેળવ્યું, પરંતુ મારું મન તો મેનેજમેન્ટ સ્ટડીમાં જ હતું, નાનપણથી હું મારા પિતાને કામ કરતાં જોતી, તેમનું મેનેજમેન્ટ સ્કીલ જોઈ મને પણ એવું જ કામ કરવાની ઈચ્છા થતી, ક્ધસ્ટ્રકશન લાઈનમાં તમારે સરકારી અધિકારીથી લઈને ભાડુઆતો, મજૂર વર્ગ
બધાની સાથે સમજાવટથી કામ પાર પાડવું પડતું હોય છે અને એ શીખવા માટે જ મેં પોદાર સ્કૂલમાં મેનેજમેન્ટના પાઠ ભણ્યા અને સાથે સાથે મારા પિતા પાસેથી પ્રેક્ટિકલ નોલેજ લેતી થઈ ગઈ.
આને કારણે આજે ક્ધસ્ટ્રકશન લાઈનમાં એવી કોઈ વસ્તુ નહીં
હોય કે જે મને ના ખબર હોય, કોઈ પણ સમયે માત્ર સમસ્યા નહીં, પરંતુ તેના ઉકેલની ચર્ચા કરવી અને માર્ગ કાઢવો એ જ મારો જીવનમંત્ર બની ગયો છે.
વધુમાં પોતાના સૌપ્રથમ પ્રોજેક્ટ વિશે વાત કરતાં નેન્સી જણાવે છે કે માત્ર ૨૧ વર્ષની ઉંમરે મેં મારો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો ઘાટકોપર વેસ્ટમાં. માણેકલાલમાં આવેલા સિલ્વર હારમોની એ મારો સૌપ્રથમ પ્રોજેક્ટ. આ સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી મારા શીરે હતી. ડિઝાઈનિંગ, લોકો સાથે કામ પાર પાડવું, અધિકારીઓ, મજૂરવર્ગ સાથે માથાકૂટ હોય કે બીજું કંઈ, પરંતુ ખૂબ લગનથી મેં આ પ્રોજેક્ટ શરૂ કર્યો પણ ખૂબ જ ઓછા સમયમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો, એ દિવસે મને જે ખુશી થઈ એવી લાગણી આજ સુધી નથી, હા હવે જ્યારે હું કોઈ મોટી ટાઉનશીપ ઊભી કરીશ ત્યારે કદાચ એવી જ લાગણી અનુભવું એવું બને.
આ પ્રોજેક્ટની સફળતાએ મને બીજા અનેક કામ અપાવ્યાં અને સાથે સાથે જરૂરી એવો કોન્ફિડન્સ પણ આ જ પ્રોજેક્ટને કારણે આવ્યો. આજે હું એકલે હાથે (મારા પિતાનું માર્ગદર્શન અને પતિનો સપોર્ટ તો ખરો જ) કોઈ પણ મોટો પ્રોજેક્ટ કરી શકું છું અને એ કરી જ રહી છું. મને એવું લાગે છે કે મેં મારા કામને ન્યાય આપ્યો છે. હું જે પણ હાથમાં લઉં છું તેમાં મારું દિલ ૧૦૦ ટકા આપું છું. મારા પતિ પણ એક ડેવલપર છે. મારા ઘરમાં મારા સાસુ. મારી દીકરી રીદાના અને દીકરો જયવીર છે. મારા કોઈ પણ નિર્ણયમાં કે મારા કામમાં મારા ઘરમાંથી મને પૂરો સપોર્ટ મળે છે. આટલો મોટો બિઝનેસને સંભાળવા માટે સમયનો ભોગ તો આપવો જ પડે છે પણ મારા પતિ અને મારા સાસુએ ક્યારે મને કાંઈ ઓછું નથી લાગવા દીધું અને મને હંમેશાં પ્રોત્સાહન આપીને મારું માર્ગદર્શન કર્યું છે.
મારા જીવનમાં એક સમય એવો પણ આવ્યો જેમાં માનસિક અને શારીરિક એમ બંને રીતે મારે ઝઝુમવું પડ્યું અને એ હતું અમારી કંપનીમાં અમારા પાર્ટનર સાથે કોઈ કારણોસર વિવાદ સજાર્યો અને એમાં મારા માટે મુશ્કેલ એ હતું કે બંને તરફ મારા પોતાના જ હતા જેમાં એક બાજુ મારા પપ્પા અને બીજી તરફ જેમને પિતાતુલ્ય સમજુ છું એ અને આમ મારા જીવનના અમૂલ્ય પાંચ વર્ષ એક તરફથી એમ કહી શકાય કે બરબાદ થઈ ગયા પણ આમાંથી મને શીખવા પણ ઘણું મળ્યું. મારામાં એક પરિપકવતા આવી જેનાથી કદાચ મને એવું લાગે છે કે હવે આવનારા સમયમાં હું કોઈ પણ પ્રકારના ચેલેન્જિસો સામે હું લડી શકીશ.
હાલમાં સિલ્વર ગ્રૂપના બીજા પ્રોજેક્ટ વિલેપાર્લે, ગોરેગાંવ (ઈસ્ટ) અને ગોરેગાંવ (વેસ્ટ)માં ચાલી રહ્યા છે અને આવનારા ટૂંક સમયમાં અમે બીજા નવા પ્રોજેક્ટો લોન્ચ કરવા જઈ રહ્યા છે. મારું સપનું એક મોટી ટાઉનશિપ બનાવવાનું છે જેમાં બધી જ સુવિધા હોય. કારણ કે હું કોઈ મકાન બનાવવામાં વિશ્ર્વાસ નથી રાખતી હું ઘર બનાવવામાં વિશ્ર્વાસ રાખું છું. હું એમ સમજીને કોઈ પણ ઘર બનાવું છું કે જાણે એમાં મારે જ રહેવા જવાનું હોય.