મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે એ વાત નક્કી છે. હાલના ચર્ચના મુદ્દ્દા હાલની શિંદે સરકાર તૂટવાની વાત કે પછી મહા વિકાસ આઘાડી (એમવીએ)ની એકતામાં તુટની વાત હોય કે પછી એનસીપીમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચેનો સંઘર્ષની બાબતને અવગણી શકાય નહીં પણ આ બધામાં અજિત પવાર બીજેપી (ભારતીય જનતા પાર્ટી)માં જોડાવવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાયું નથી.
એટલે આજે ફરી એનસીપીના નેતા અજિત પવારે કહ્યું હતું કે મારા માટે જે બધી વાતો ચાલે છે અફવા છે. આ મુદ્દે મંગળવારે મીડિયાને સંબોધતા અજિત પવારે કહ્યું હતું કે બધી વાતો અફવા છે અને હું એનસીપીમાં જ છું અને રહીશ.
એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારના કથિત બેવડાં વલણને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીપીના પ્રમુખ શરદ પવાર (કાકા અને ભત્રીજા) અજિત પવાર વચ્ચે બધુ બરાબર નથી. આ અગાઉ શરદ પવારે અજિત પવારનું નામ લીધા વિના કહ્યું હતું કે જો કોઈ પાર્ટીને તોડવાનું કામ કરશે તો અમે અમારી ભૂમિકા પ્રમાણે જે પણ પગલાં લેવાં પડશે તે લઈશું. રવિવારે શરદ પવારે કહ્યું હતું કે આજે મહા વિકાસ આઘડી છે, પણ આવતીકાલની ખબર નથી. અલબત્ત, શરદ પવારે પણ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અજિત પવાર પાર્ટીના કેટલાક વિધાનસભ્યો સાથે એનસીપી છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, અજિત પવારે પોતે આ અટકળોને નકારીને પોતાનું નિવેદન આપીને સ્પષ્ટ કર્યું હતું કે આ બધી અફવા છે.