શોખ બડી ચીઝ હૈ… એવું આપણે ઘણી વખત સાંભળતા આવ્યા છીએ અને આપણને એનો અનુભવ પણ ઘણી વખત થતો હોય છે. આવો જ એક શોખીન હૈદરાબાદમાં જોવા મળ્યો છે અને તેનું નામ છે નાસિર. નાસિર એક ઉદ્યોગપતિ છે અને તેણે ભારતમાં મળનારી સૌથી મોંઘામાં મોંઘી કાર ખરીદી છે. તેના આ મોંઘાદાટ શોખને કારણે મોંઘી કારને ભારતમાંથી પહેલો ખરીદદાર મળ્યો હોવાનો દાવો કરાઈ હ્યો છે. ભારતની સૌથી મોંઘી સુપરકારમાંથી એક એવી આ કારની કિંમત આશરે રુપિયા 12 કરોડ છે. નાસિર પાસે આના સિવાય પણ બીજી અનેક મોંઘી અને લક્ઝુરિયસ કાર છે, જેમાં રોલ્સ રોયસ, કુિલનન બ્લેક, લેમ્બોર્ગિની, લેમ્બોર્ગિની ઉરુસ, ફોર્ડ મુસ્ટેગ, ફરારી, મર્સિડિઝ, બેન્ઝ ઝી ક્લાસ અને જીએમસી અને ડુકાટી પાનિગેલ વીફોર જેવી સુપરબાઈકનો સમાવેશ થાય છે. આ બધી જ મોંઘી કારના ફોટા તેમના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર જોવા મળે છે.