લગ્નજીવનને સુખી રાખવા માટે પતિ-પત્નીના સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને સમ્માનનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આવું ન થાય તો ઘરની શાંતિ અને સુખ મેળવવું ખૂબ જ અઘરું થઈ જાય છે. પુરુષોએ આ માટે કેટલાક કામ કરવા અત્યંત મહત્વના છે.
સ્વીકાર કરવો
માનસિક અશાંતિને કારણે પુરુષો ઘણી ચીજો સ્વીકારી શકતા નથી. ઘણી વાર ચીજોને બદલવાની કોશિશ કરવા કરતાં તેને સ્વીકારી લેવી વધુ મહત્ત્વની હોય છે.
સે સોરી
રિલેશનશિપમાં નાના-મોટા ઝઘડા થવા સ્વાભાવિક છે. પતિ-પત્ની વચ્ચે ઘણી વાર ચીજો બગડી જાય છે. બંને તરફથી કોઈ આગળ ન આવે તો સંબંધ તૂટવાની આશંકા વધી જાય છે. આવા સમયે પુરુષો જો સામે ચાલીને માફી માંગી લે તો લગ્નજીવન સુખી થઈ શકે છે.
મી ટાઈમ
મોટા ભાગના પુરુષો પોતાના માટે સમય કાઢવો જરૂરી સમજતા નથી. જવાબદારીઓના બોજ હેઠળ તેઓ મી ટાઈમ આપવાનું ભૂલી જતાં હોય છે. જોકે, રિસર્ચ અનુસાર માનસિક શાંતિ માટે મીટાઈમના રૂટિનને ફોલો કરવું અત્યંત જરૂરી છે.
રાઈટિંગ
રિલેશનશિપમાં શાંતિની અપેક્ષા રાખનારા પુરુષોને એકબીજાની પર્સનલ સ્પેસનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. જો તમે પોતાના પાર્ટનરને સ્પેસ આપો છો તે એવા ટાઈમમાં લેખન કરવું જોઈએ અથવા પુસ્તકો વાંચવા જોઈએ.