અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયા પર અવાનવાર એવા વીડિયો વાઈરલ થતાં હોય છે કે જે જોઈને અક્કલ કામ કરવાનું બંધ કરી દે. પણ જરા વિચારો કે તમે થાક્યા પાક્યા ઘરે આવો, ડોરબેલ વગાડો અને પત્ની હસીને તમારું સ્વાગત કરવાને બદલે લાત અને મુક્કાથી તમારું સ્વાગત કરે તો શું વલ્લે થાય તમારી? આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક પત્ની ઓફિસથી પરત આવતા જ પતિને લાતો અને મુક્કા મારવા લાગે છે. વીડિયો જોઈને લોકો મોટી સંખ્યામાં જાત જાતની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક પતિ ઓફિસમાંથી પાછો આવે છે અને હેલ્મેટ ઉતારી રહ્યો છે અને એટલામાં તેની પત્ની દોડતી આવીને તેના પર હુમલો કરે છે. બિચારો પતિ ચુપચાપ માર ખાતો હોય છે.
ટ્વિટર પર @crazyclipsonly નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 50 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને 17 હજાર લોકોએ તેને પસંદ કર્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ 14 કલાકની શિફ્ટમાં કામ કરીને ઓફિસથી ઘરે પરત ફર્યો હતો અને સવારે ઓફિસ જતી વખતે ઘરેથી કચરો લેવાનું ભૂલી ગયો હતો. જેના કારણે તેની પત્ની તેની ઓફિસમાંથી આવતાની સાથે જ તેને લાતો મારીને પરચો આપ્યો હતો.
આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સે તેમના પર્સનલ એક્સપિરિયન્સ શેર કર્યા હતા. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે જ્યારે તમે તમારી પત્નીને પૂછ્યા વગર મોડેથી ઘરે પાછા ફરો ત્યારે આવું થાય છે. બીજી તરફ બીજાએ કહ્યું કે હું પણ આમાંથી પસાર થઈ ચૂક્યો છું, પરંતુ હું કંઈ બોલી શક્યો નહીં કારણ કે જો હું આ વિશે બોલ્યો હોત તો મારું વધારે અપમાન થયું હોત. જ્યારે બીજા એક યુઝરે કહ્યું હતું કે આવી મહિલા સાથે રહેવું ખૂબ જ જોખમી છે અને શક્ય તેટલી વહેલી તકે તેનાથી દૂર રહેવું જ હિતાવહ છે.