Homeઉત્સવનલવાના સો સિંહ પાંચસો પઠાણ પર સવાશેર સાબિત થયા

નલવાના સો સિંહ પાંચસો પઠાણ પર સવાશેર સાબિત થયા

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૩૦)
બાહુબળ હોય કે માનવતા બતાવવાની હોય,
સ્ત્રી-દાક્ષિણ્ય હોય કે વચન પાલન કરવાનું હોય, સજજનતા હોય કે વેર વાળવાનું હોય, અબળા-બાળકોને બચાવવાના હોય કે શત્રુને ભોંયભેગો
કરવાનો હોય, બુદ્ધિબળ હોય કે વ્યૂહરચના ઘડવાની હોય, સરદાર હરિસિંહ નલવા બધામાં અપ્રતિમ અને અદ્ભુત.
મિચનીનો ખાન હરિસિંહને ધૂળ ચાટતા કરવા તલપાપડ થઈ ગયો. એક તો યુદ્ધખોર માનસ, બિનજરૂરી ગરમ લોહી અને મનમાં ખોટો અહંકાર. એ તો પાંચસો પઠાણ સૈનિક લઈને નીકળી પડ્યો.
લડાઈ જામી એકદમ બરાબરની. પહેલી નજર નલવાના એક સો સામે ખાનના પાંચસો સૈનિકો જોઈને ઘણાંને લાગે કે આનું પરિણામ ધારવા માટે ઝાઝી માથાકૂટ કરવાની જરૂર નથી. આવી જ માન્યતા ખાન અને એની પઠાણ સેનામાં ય ખરી.
પરંતુ જીવસટોસટની લડાઈ આગળ વધતી ગઈ એમ એ ધારણા – માન્યતા નબળા છોડવાની જેમ ચપોચપ કપાવા માંડી. નલવાના સો સિંહ પાંચસો પઠાણ પર સવાશેર સાબિત થવા માંડ્યા. એક પછી એક
પઠાણ જીવનને આખરી સલામ કરીને જમીનદોસ્ત થવા માંડ્યો.
અંતે ખાન એકલો હરિસિંહ સામે લડવા મેદાનમાં ઊતર્યો. પોતાની સેના પૂરેપૂરી ખતમ થઈ ગઈ હોવા છતાં ખાનમાંનું ગુમાન ઊતર્યું નહોતું. તેણે સરદારને લલકારવા ધર્મનો આશરો લીધો.
‘એક મોમિને (સાચો ધર્મપરસ્ત મુસલમાન)
ત્રણ કાફિર (બિન-મુસલમાન) સામે લડવું જોઈએ. હું તમારા એકલા સાથે નહિ લડું. જાઓ વધુ બે સાથીદારને બોલાવી લો.’
પરંતુ આવી શબ્દ-રમતમાં ફસાય એ બીજા. સરદાર નલવાએ નહલે પે દહેલા મારતા સંભળાવી દીધું કે ‘તારા ધર્મમાં ભલે ત્રણ સામે લડવાની હિમાયત હોય પણ અમારા ગુરુ તો એક સૈનિકને સવા લાખ શત્રુ સામે લડવાનું ઈજન આપે છે. એ નાટક કરવાને બદલે આવી જા લડવાના મેદાનમાં.’
અંતે બન્ને સામસામે આવી ગયા. નલવાના સૈનિકોને જરાય ચિંતા નહોતી. છતાં કુતૂહલ
ખરું કે સરદાર આ ખાનનો ઘડોલાડવા કેવી રીતે
કરશે?
હરિસિંહે ઈરાદાપૂર્વક પહેલા બે ઘા મારવાની તક ખાનને આપી, પરંતુ એ તક આપવાની સાથોસાથ ચપળતા, સ્ફૂર્તિ અને ગણતરી રાખી. ખાન બેઉં ઘા ચૂકવીને નિષ્ફળ બનાવી દીધા. પછી નલવાએ તલવારનો એવો જોરદાર પ્રહાર ઝિંક્યો કે ખાનને જરાય પીડા ન થઈ. એક જ ઝાટકે જીવ શરીર છોડીને પલાયન થઈ ગયો.
મિચનીના ખાનનો વિસ્તાર જીતી લેવા કરતાં સરદાર હરિસિંહ નલવાનો વધુ સંતોષ થયો કે એક નિર્દોષ યુવાનને એની કોડભરી નવોઢા પાછા અપાવવાનો અને એક હિન્દુ યુવતીની અસ્મિતાનું રક્ષણ કરવાનો. અને પોતાના સૈનિકોને આપેલા વચનનું ય અક્ષરસ: પાલન થયું કે મિચનીના ખાનને હરાવીને સવારનું ભોજન આપણે છાવણીમાં જ કરીશું.
કેવો ગજબનાક આત્મવિશ્ર્વાસ જાત પર, સાથીઓ પર અને ધ્યેય સિદ્ધિનો કેવો અનન્ય વિશ્ર્વાસ? આ કોઈ અપવાદ નહોતો. એનું પુનરાવર્તન થતું જ રહ્યું. આનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું ઈ.સ. ૧૯૨૩માં.
લગભગ વર્ષના આરંભે જ મહારાજા રણજીતસિંહે પોતાના પ્રિય સેનાપતિ હરિસિંહ નલવાને લાહોર બોલાવ્યા. મહારાજાએ કાબુલથી આવેલી ગુપ્ત માહિતીની વાતચીત શરૂ કરી. કાબુલનો શાસક મોહમ્મદ અઝીમ ખાન બારકજાઈ શીખ સાથે
મોટું યુદ્ધ આદરવા માગે છે અને તૈયારી શરૂ કરી
દીધી છે.
એ બારકજાઈ તો હિન્દુ સેના સામે એકદમ નિર્ણાયક યુદ્ધ લડવાના મિજાજમાં હતો. એની તો મન્શા એવી કે શીખ સેનાને છેક પંજાબ સુધી ખદેડી મૂકવી. આનો
અર્થ એ થાય કે કાશ્મીર, મુલ્તાન, અટક, મુંઘેર અને હઝારામાંથી શીખ – સેનાને તગેડીને ત્યાં પોતાનું રાજ જમાવી દેવું.
આ નાનીસૂની વાત નહોતી આવી મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાની જડબેસલાક તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકયાના વાવડ હતા.
મહારાજાએ નલવાનો મત માગ્યો તો જવાબ સાંભળીને રણજીતસિંહને આશ્ર્ચર્ય સાથે આનંદ પણ અનુભવ્યો. શું જવાબ હતો નલવાનો? (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -