હુમા કુરેશી બી-ટાઉનની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે અને હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના હોટ અને બોલ્ડ ફોટોશૂટની ચર્ચા થઈ રહી છે અને લોકોએ જાત જાતની ટિપ્પણી કરી હતી. હુમા કુરેશીએ તેના લેટેસ્ટ ફોટોશૂટના છ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે ડીપ નેક સ્લિટ વન પીસ ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે. આ સિવાય તેણે તેના ગળામાં સુંદર નેકલેસ પણ પહેર્યો છે અને તે ખૂબ જ બ્યુટીફૂલ દેખાઈ રહી છે.હુમા કુરેશીના બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટોશૂટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે અને ફોટો પોસ્ટ કર્યાના થોડાક જ સમયમાં તેને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી ચૂકી છે. એક યુઝરે હુમાના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘આ કાળો જાદુ મને કંટ્રોલ કરી રહ્યો છે.’ આ પહેલા હુમા કુરેશીએ ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘બ્લેક મેજિક વુમન.’ આ સિવાય તેણે તેમાં ઘણા લોકોને ટેગ પણ કર્યા છે.
લારા ભૂપતિએ પણ હુમા કુરેશીની તસવીરો પર કોમેન્ટ કરી છે. એક ચાહકે લખ્યું છે કે, ‘સલમાન ભાઈ સાથે લગ્ન કરો.’ એકે લખ્યું છે, ‘આયોં આગ લગ દિયા હૈ’. જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે ‘ગબ્બર ઈઝ બેક.’. આ સિવાય બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ‘જૈસે હીરા નિકલ રહા હૈ કોયલા કી ખદાન સે…’ ઘણા લોકોએ તેનો ફોટો શેર પણ કર્યો છે.
હુમા કુરેશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના હોટ અને બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના ફેન્સ પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હુમા કુરેશીએ મહારાણી 2માં પણ કામ કર્યું હતું. તેની વેબ સિરીઝ ચાહકોને ઘણી પસંદ આવી હતી. તેમના સિવાય અન્ય ઘણા કલાકારોની આમાં મહત્વની ભૂમિકા હતી. તેની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. તે અવારનવાર તેના ચાહકો સાથે વાતચીત પણ કરે છે.