Homeતરો તાજાજાદૂ કી જપ્પીઃ સ્ટ્રેસ બસ્ટર તો છે જ, પણ બીજા ફાયદાઓ જાણશો...

જાદૂ કી જપ્પીઃ સ્ટ્રેસ બસ્ટર તો છે જ, પણ બીજા ફાયદાઓ જાણશો તો ઉછળી પડશો…

સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ તો આપણે બધા જ જોઈ હશે અને એમાં સંજુબાબા આપણને જાદૂ કી જપ્પી એટલે કે આલિંગન આપવાના મહત્ત્વથી પરિચિત કર્યા હતા અને સમજાવ્યું હતું કે આલિંગન કરવાથી ઘણી સમસ્યાઓનો અંત આવે છે. આવું અમે નહીં પણ હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે સ્વાસ્થ્ય માટે એક જાદૂ કી જપ્પી ખૂબ જ જરૂરી છે. આરોગ્ય સિવાય પણ ગળે મળવાના છ બીજા ફાયદાઓ જોવા મળે અને આપણે આ ફાયદાઓ વિશે આપણે અહીં વાત કરવાના છીએ.

  • સ્ટ્રેસ દૂર કરે છે
    આલિંગન એક સારો સ્ટ્રેસ બસ્ટર છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, ગળે મળવાને કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યાનો પણ અંત આવે છે. એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે આલિંગનનો સંબંધ સીધેસીધો મગજ સાથે છે અને તે સ્ટ્રેસને હેપ્પી ફિલિંગ્સમાં કન્વર્ટ કરે છે.
  • બીમારીઓને દૂરથી જ રામ રામ 
    જર્નલ ઓફ સાયકોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે આ જાદૂ કી જપ્પી અનેક બીમારીઓને પણ દૂર રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 400 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રોજે ગળે મળવાથી બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે અને બીમારીઓ તમારાથી દૂર રહે છે.
  • હાર્ટને રાખે હેલ્ધી
    આલિંગનથી આપવાને કારણે હાર્ટનું આરોગ્ય પણ સુધરે છે. અનેક કપલ્સ વચ્ચે આ બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં અમુક યુગલોને 10 મિનિટ માટે એકબીજાના હાથ પકડી રાખવાનું જણાવવામાં આવ્યું હતું અને કેટલાકને 20 સેકન્ડ માટે આલિંગન કરવાનું કહેવામાં આવ્યું હતું. બંને કપલ્સ વચ્ચે તફાવત સ્પષ્ટ જોવા મળ્યો હતો.
  • બીપીને રાખે કન્ટ્રોલમાં
    આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે માત્ર 20 સેકન્ડ હગ કરવાથી બ્લડપ્રેશરનું લેવલ જળવાઈ રહે છે. જેના કારણે હૃદયનું સ્વાસ્થ્ય બરાબર રીતે જળવાઈ રહે છે અને બીપી કન્ટ્રોલમાં રહે છે.
  • હેપ્પીનેસ આપે છે હગ
    એક હેલ્થ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ગળે મળવાથી ઓક્સિટોસિન હોર્મોનનું સ્તર વધે છે. તેનાથી ખુશીનું સ્તર પણ વધે છે. મતલબ કે જાદુના આલિંગનથી તમારામાં ખુશી આવે છે અને જીવન વધુ સારું બને છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે
    જો કોઈ વ્યક્તિ એકબીજાને ગળે લગાવે છે, તો રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત છે. આલિંગન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. તેનાથી રક્ત પરિભ્રમણ વધે છે અને તેની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -