ગુજરાતમાં એચએસસી-સાયન્સ સ્ટ્રીમનું પરિણામ દસ વર્ષનું સૌથી ઓછું જાહેર થયું છે, જે શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી એ રાજ્યના શિક્ષણ વિભાગ ઉપર આકરા પ્રહાર કર્યા હતા આ સાથે બદલાતી માનસિકતા અને ખોટી દેખાદેખીને લીધે શિક્ષણનું સ્તર નીચું જતું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વર્ણવેલી સ્થિતિ લગભગ દરેક રાજ્યની છે ત્યારે આ વિષ્લેષણ મહત્વનું છે અને તમારે ધ્યાનમાં લેવી જેવી બાબત છે. સરકાર પર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યા, વર્ગખંડમાં ઘટતું શિક્ષણ કાર્ય, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ માટે ફરજના લીધે શિક્ષણ વ્યવસ્થા પર પડી રહી ગંભીર અસરો, ધોરણ ૧૨ના પરિણામ તે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓની પોલ ખોલી રહી છે.
તેમણે આ નબળા પરિણામો માટેના કારણો અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થી અને વાલીઓ ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમથી વિમુખ થઈ રહ્યા છે. દેખાદેખીમાં સ્કૂલોનું મહત્વ ખૂબ ઘટાડી દેવામાં આવ્યું છે. મોટાપાયે કોમ્પિટીટીવ એક્ઝામ જેવી કે JEE અને NEET નું માર્કેટિંગ કરવામાં આવે છે. તમામ પોતાના દીકરા દીકરીને ડોક્ટર બનાવાય ઈચ્છે છે અથવા IIT માં જ પ્રવેશ મેળવવા ની ઈચ્છા ધરાવે છે. જે તે વિષયનું પાયાનું જ્ઞાન મેળવ્યા સિવાય સીધું જ વિદ્યાર્થીઓને MCQ ની પ્રેક્ટિસ પર ચડાવી દેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીની વિગતવાર મુદ્દાસર લખાણ લખવાની આવડત પર ભયંકર ક્ષતિ પહોંચી છે. હોશિયાર વિદ્યાર્થી પણ ભાષા અને કોમ્પ્યુટર તથા પ્રેક્ટીકલ જેવા વિષયને નજર અંદાજ કરે છે જેથી આ વર્ષે માત્ર 61 જેટલા વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ સાથે અને 1523 વિદ્યાર્થીઓ જ A2 ગ્રેડ સાથે પાસ થઈ શક્યા હતા. JEE અને NEET જેવી પરીક્ષાઓનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 બંનેનો હોવાથી આ પરીક્ષાઓની ચિંતામાં ધોરણ 12 ના અભ્યાસક્રમ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. JEE અને NEET પરીક્ષાની તૈયારી કરાવતા નેશનલ કોચિંગ ઇન્સ્ટિટયૂટ અને કેટલાક લોકલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એ સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકો સાથે મળીને ડમી સ્કૂલ (Dummy school) નું કલ્ચર ઊભું કર્યું છે, આ વિદ્યાર્થી શાળાએ જતો જ નથી અને તેને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.
પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીને પાયાથી તૈયારી કરાવવાના બદલે મોટા મોટા સપના બતાવી મસ્ મોટી ફી વસૂલીને આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પરિણામ બાદ છૂટી જાય છે અને વિદ્યાર્થી અને વાલી નો ઘાટ બાવાના બેઉ બગડ્યા જેવો થાય છે.
જો તમામ વિષયનું પાયાનું જ્ઞાન શાળાકીય સ્તરે યોગ્ય રીતે આપવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ટ્વિસ્ટેડ પ્રશ્નોનો જવાબ આપી કોઈપણ કોમ્પિટીટીવ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરે જ, જે હાલના તબક્કે થતું નથી. JEE અને NEET જેવી પરીક્ષાઓની તૈયારી ક્યારેય બોર્ડના ભોગે ન જ થાય. ધોરણ 12 ની બોર્ડની માર્કશીટ આજીવન અગત્યની છે, એટલી સાદી વાત વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકતા નથી. પ્રવેશ પરીક્ષાની તૈયારી બોર્ડની સાથે હોય તેના ભોગે નહીં, એ ઝડપથી સમજવું જોઈએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનિયર બનવા જ સર્જાયેલ નથી, વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા અન્ય વિષયો પર અને પ્યોર સાયન્સમાં પણ ખૂબ સારી કેરિયર બનાવી શકાય છે, તે બાબત પણ વિદ્યાર્થીઓને-વાલીઓને સમજાવવી જોઈએ.
ગુજરાતના પરિણામોની તુલનાત્મક વિગતો જે ચિંતાજનક છે.
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘટાડો ગત વર્ષ ૬૪ શાળા આ વર્ષે માત્ર ૨૭ શાળાનું ૧૦૦ ટકા પરિણામ.
૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો – ગત વર્ષ ૬૧ શાળા હતી આ વર્ષે ૭૬ શાળાનું ૧૦ ટકાથી ઓછું પરિણામ.
દાહોદ જીલ્લાનું (સ્માર્ટ સીટી) પરિણામ સમગ્ર રાજ્યમાં ઓછું – લીમખેડા કેન્દ્રનું માત્ર ૨૨.૨૨ ટકા.
રાજ્યના ૩૬ કેન્દ્રોમાંથી ૧૭ કેન્દ્રોમાં A1 ગ્રેડમાં શૂન્ય વિધાર્થીઓ.
ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર વિધાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો.
ગત વર્ષે ૧૯૬ વિધાર્થીઓ આ વર્ષે માત્ર ૬૧ વિધાર્થીઓ A1 ગ્રેડ.
ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં A2 ગ્રેડ મેળવનાર વિધાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો.
ગત વર્ષે ૩૩૦૩ વિધાર્થીઓ આ વર્ષે માત્ર ૧૫૨૩ વિધાર્થીઓ A2 ગ્રેડ.
1,10,042 ઉપસ્થિત ઉમેદવારો પૈકી 38,063 નાપાસ થયા.
A ગ્રુપ એટલે કે મેથેમેટિક્સ ગ્રુપ માં ઉપસ્થિત 40,352 પૈકી, 11,217 વિદ્યાર્થીઓ નાપાસ થયા
B ગ્રુપ એટલે કે બાયોલોજી ગ્રુપ માં ઉપસ્થિત 69,820 પૈકી 26,834 વિદ્યાર્થીઓ નાપાસ થયા
પ્રથમ વાર એવું બન્યું કે A ગ્રુપ કરતા B ગ્રુપ નું પરિણામ 10.56 % જેટલું ઓછું આવ્યું.
38,063 નાપાસ વિદ્યાર્થીઓ પૈકી,
ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 17,902.
ચાર વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 7925.
પાંચ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 2032.
આ વિશે આપના મંતવ્યો અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ લખો.