રાજ્યના દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમનો આ ઈંતેજારનો અંત આવી રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા બારમા ધોરણના રિઝલ્ટ બાબતે મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.
બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બારમા ધોરણનું પરિણામ આવતીકાલે એટલે કે 25મી મેના બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક મંડળ દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવામાં આવેલી બારમા ધોરણની પરિક્ષાનું પરિણામ ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકશે. તમે અહીં આપેલી સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમારું રિઝલ્ટ ઓનલાઈન જોઈ શકશો.
કઈ રીતે જોશો રિઝલ્ટ-
આ વેબસાઈટ પર વિદ્યાર્થીઓ રિઝલ્ટ સિવાયની અન્ય આંકડાકીય માહિતીઓ જોઈ શકશે.
https://www.mahahscboard.in/ આ વેબસાઈટ પર શાળા એક સાથે રિઝલ્ટ જોઈ શકશે.”
HSC Result 2023: આ રીતે જુઓ-
1. બારમા ધોરણનું પરિણામ જોવા માટે સૌથી પહેલાં તો ઓફિશિયલ વેબસાઈટ પર https://www.mahahscboard.in/ ક્લિક કરવાનું રહેશે.
2. બારમા ધોરણના રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
3. તમારો રોલ નંબર, જન્મતારીખ અને અન્ય આવશ્યક માહિતી ભરો અને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોઈ શકશો.