મુસાફરી કરતી વખતે જેમ પાણી, કંઈક ખાવા-પીવાનું, ફર્સ્ટ એઈડ બોક્સ જરૂરી બની ગયા છે, તેમ જરૂરી બની ગઈ છે ફોન માટેની પાવર બેંક. સ્માર્ટફોનની બેટરી તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. બેટરી વિના સ્માર્ટફોન કામ કરશે નહીં. તમે એ પણ જોયું હશે કે ક્યાંક મુસાફરી કરતી વખતે તમારા ફોનની બેટરી ઝડપથી ડાઉન થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે?
મુસાફરી કરતી વખતે, ફોનની બેટરી સામાન્ય સ્પીડ કરતા થોડી વધુ ઝડપથી ઉતરવા લાગે છે, તેવો અનુભવ ઘણાને થતો હશે. મેટ્રો, ટ્રેન કે બસમાં મુસાફરી કરતી વખતે ઘણીવાર આવું થાય છે. જેના કારણે ઘણા લોકો પાવર બેંક કે અન્ય ફોન લઈને બહાર જાય છે. અહીં અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે અને તમે મુસાફરી દરમિયાન પણ સંપૂર્ણ બેટરી બેકઅપ કેવી રીતે મેળવી શકો છો..
ખરેખર, ફોનમાં એક એન્ટેના છે જે નેટવર્ક સર્વિસ પ્રોવાઈડરના ટાવર સાથે સતત જોડાયેલ રહે છે. તે હંમેશા સારી કનેક્ટિવિટી માટે તેની આસપાસના ટાવરને શોધતો રહે છે. તે ટાવર સાથે જોડાય છે જ્યાંથી તેને સારી સિગ્નલ સ્ટ્રેન્થ મળે છે. જે સારા સિગ્નલ સર્ચ માટે મોબાઈલની બેટરી વાપરે છે, જે તમને સારી ઈન્ટરનેટ સ્પીડ અને કોલ ગુણવત્તા આપે છે.
પરંતુ જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તે સતત નેટવર્ક ટાવર બદલતું રહે છે. જ્યારે એક સ્થાનથી બીજા સ્થાને જાય છે, ત્યારે તે ત્યાંના ટાવર સાથે જોડાય છે. આ પ્રક્રિયામાં બેટરીનો વધુ વપરાશ થાય છે અને તેથી બેટરી ઝડપથી પૂરી થવા લાગે છે.
જો તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા હોવ તો પણ, લોકેશનમાં વારંવાર ફેરફાર થવાથી બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે.
જો કે, આને ટાળવાનો એક માર્ગ છે. જો તમે મુસાફરી દરમિયાન ફોનની બેટરી બચાવવા માંગતા હોવ તો તેને ફ્લાઈટ મોડમાં મુકો. આ સ્થિતિમાં તમારો ફોન નેટવર્ક સર્ચ કરી શકશે નહીં અને બેટરી પણ બચશે.
તમે ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી ફ્લાઇટ મોડને દૂર કરી શકો છો. આનાથી તમને સારી સિગ્નલ સ્ટ્રેન્થ પણ મળશે અને મુસાફરી દરમિયાન બેટરી વધારે ખર્ચાશે નહીં. આ સિવાય તમે ફોનને 2G મોડમાં પણ સ્વિચ કરી શકો છો, જે બેટરી બચાવવામાં મદદ કરે છે.
તો છે ને સિમ્પલ સોલ્યુશન. અને હા, ઘણા લોકોને મુસાફરી દરમિયાન મોબાઈલમાં મોઢું નાખી કંઈક ને કંઈક સર્ફિગ કરતા રહેવાની ટેવ હોય છે. એરે ભાઈ આ તો તુ ઘરે પણ કરી શકે છે. મુસાફરી કરી રહ્યો છે તો તેની મજા લે…આસપાસની લીલોત્રીને આંખોમાં ભર, શુદ્ધ હવા લે, જે તે શહેર-ગામના બહારના વિસ્તારોને જો. આ સાથે સાથી મુસાફરો સાથે ગપ્પા માર ને કંઈ ન કર તો આંખો બંધ કરીને આરામ કર. પેલું ગીત યાદ છે ને…આદમી મુસાફીર હૈ, આતા હૈ જાતા હૈ, આતે જાતે રસ્તે મેં વો યાદેં છોડ જાતા હૈ…