આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેઓ પોતાના વધતા વજનથી પરેશાન હશે, પણ લાખ પ્રયાસો કરવા છતાં પણ વજનમાં તસુભર પણ ફરક નહીં પડતો હોય. પણ આજે આપણે અહીં વાત કરીશું એત એવી છોકરી વિશે કે જેણે એક વસ્તુ ખાઈને વજન ઘટાડ્યું હતું અને એ પણ 27 કિલો…. ચોંકી ગયા ને? હવે તમને પણ એવી તાલાવેલી થઈ રહી છે ને કે આખરે શું છે એ વસ્તુ કે જે ખાઈને આ યુવતીએ આટલું બધું વજન ઘટાડ્યું? તો ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ આ સુપર ફૂડ વિશે…
બેઠાળું જીવન, ઓછું ચાલવું, વધારે પડતા ફાસ્ટ ફૂડ અને પેક્ડ ફૂડનું સેવન એ ઓબેસિટીના મુખ્ય કારણો છે. એટલું જ નહીં એક વખત વજન વધી જાય ત્યાર બાદ તેને ઘટાડવા માટે પુષ્કળ પરસેવો પાડવો પડે છે. આજે આપણે અહીં એક એવી વર્કિંગ વુમનની વાત કરીશું કે જેણે પોતાનું વધી ગયેલું વજન ઘટાડ્યું હતું.
આ સ્ટોરી છે ગુડગાંવની રહેવાસી 35 વર્ષીય અનુ બાથલાની. અનુએ પોતાનું વજન 27 કિલો જેટલું ઘટાડ્યું છે. અનુનું વજન 85 કિલો થઈ ગયું હતું અને તેણે એ ઘટાડીને 58 કિલો કરી નાખ્યું હતું. પોતાની આ અનોખી સફર વિશે વાત કરતાં અનુએ જણાવ્યું હતું કે હું બાળપણથી ગોળમટોળ હતી અને મને સ્વપ્નેય નહોતો ખ્યાલ કે હું ક્યારેય મારું વજન ઘટાડી શકીશ. પ્રેગ્નન્સી, ઘરના કામકાજ અને ફિટનેસ પ્રત્યેના દુર્લક્ષને કારણે મારું વજન વધીને 85 કિલો થઈ ગયું હતું. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે મારું વજન ખૂબ જ વધી ગયુંછે. મેં ઈન્ટરનેટ પર સર્ચ કરીને વજન ઘટાડવાના બધા જ ઉપાયો અજમાવી લીધા પણ કોઈ ફેર પડ્યો નહીં. થોડાક દિવસોમાં લોકડાઉન થયું અને મને એ જ સમયે વજન ઘટાડવાની સાચી રીત વિશે માહિતી મળી.
એક ટ્રેનરે અનુને ડાયેટ અને વર્ક આઉટ પ્લાન આપ્યો અને મેં બે વર્ષમાં 27 કિલો જેટલું ઘટાડી દીધું હતું. આ ડાયેટ પ્લાનમાં એક દિવસમાં ખવાતી કેલરીને ચાર ભાગમાં વહેચી દેવામાં આવી છે અને ચાર વખત સ્મોલ સ્મોલ પ્રપોર્શનમાં ખાવાનું ખાવામાં આવે છે. અનુને પરાઠા પસંદ હતા એટલે તેણ ઘઉં અને સોયાને પીસીને તેમાંથી પરાઠા બનાવ્યા હતા. આ સિવાય તેણે અન્ય પોષક તત્ત્વોને પણ ચાર ભાગમાં વહેંચીને ખાવાનું શરું કર્યું અને વર્ક આઉટ કરવાનું શરૂ કર્યું અને વધી ગયેલું વજન ઘટાડ્યું હતું.