પ્રતિબંધીત પ્લાસ્ટિકના ઝબલા(કેરી બેગ)નાં વપરાશ સામે લોકોનાં મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામી દંડ ફટકારી કાર્યવાહિ કરે છે. પ્લાસ્ટિકના ઝબલા નો ઉપયોગ ખરેખર વ્યાજબી નથી પરંતુ એવા પ્લાસ્ટિકના જેમાં હાથ નાખી નાકું પકડી શકાય તે જ ગેરકાયદેસર ગણાય છે. કાયદામાં તેને કેરી બેગ તરીકે ઉલ્લેખ કરાય છે. જયારે અનાજ કઠોળ ભરવા પ્લાસ્ટિકની કોથળીઓ છુટથી વપરાય છે. વેફર તથા ફ્રાયમ્સ કે અન્ય પેક પેકેટમાં આવતી કંપનીની ખાદ્ય સામગ્રી, ફરસાણની દુકાનમાં પ્લાસ્ટિકની થેલીમાં મળતાં નાસ્તાઓ માટે શું કાયદાઓ છે તે અંગે સામાન્ય નાગરિકો અસમંજસ અનુભવે છે.
જો પ્લાસ્ટીક પ્રતિબંધીત છે તો માત્ર જબલા પુરતું જ છે? ઉપરોક્ત તમામ ખાદ્ય સામગ્રી પેક કરવામાં વપરાતું પ્લાસ્ટીક કાયદેસર છે? જો તે પણ પ્રતિબંધીત હોય તો તેના ઉપયોગકર્તા પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ કે નહીં?
ઉપરોક્ત તમામ પ્રશ્નો આજરોજ રાજકોટ કોર્પોરેશનના પર્યાવરણ ઈજનેર નિલેશ સોલંકી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ભારત સરકારના નિયમ પ્રમાણે કેરી બેગ નું ધોરણ નક્કી કરાયેલું છે.૧૨૦ માઇક્રોન હાલ લિમિટ રાખવામાં આવી છે.કેરી બેગ ઉપરાંત જે કાંઈ પ્લાસ્ટિક વપરાય છે તે અંગે કોઈ ગાઈડ લાઈન છે નહીં.આવા સંજોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કદાચ ઓછો થઈ શકે પરંતુ બંધ ન થાય તે હકીકત છે.