કહેવાય છે કે દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ…ફિલ્મોનું પણ એવું જ છે. ક્યારે કઈ ભૂમિકા કોને મળી જાય અને દર્શકોને શું ગમી જાય તે કોઈને ખબર પડતી નથી. પોતાને મળેલી અમુક ફિલ્મો ન કર્યાનો અને પછીથી તે ફિલ્મો સુપરહીટ થયાનો વસવસો પણ ઘણા સ્ટાર્સને થતો હોય છે. આવી જ એક ફિલ્મ આવી હતી જેણે હિન્દી ફિલ્મોમાં એ સમયે સાવ નવી આવેલી શ્રીદેવીને રાતોરાત ચમકાવી હતી. પણ આ ફિલ્મ બની હતી જીતેન્દ્ર અને રેખાને ધ્યાનમાં રાખીને.
મનોરંજનજગતના પંડિતોની વાત માનીએ તો સોલવા સાવન બાદ તમિળ ફિલ્મજગતમાંથી આવેલી શ્રીદેવીને કામ મળતું ન હતું. તેનું એક કારણ એ પણ હતું કે તેને હિન્દી આવડતું ન હતું.
દરમિયાન રેખાને હિંમતવાલા ઓફર થઈ હતી. રેખા તે સમયે અન્ય કોઈ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય તેણે ખાસ ઈચ્છા દર્શાવી ન હતી. જીતેન્દ્ર સાથે આ અંગે વાત કરતા તેણે શ્રીદેવીનું નામ સૂચવ્યું હતું.
બસ આ રીતે શ્રીદેવીને મળી હિંમતવાલા ને બાદ તેણે એક પછી એક સુપહીટ ફિલ્મ આપી ને બોલીવૂડની પહેલી લેડી સુપરસ્ટાર બની ગઈ.
જોકે શ્રીદેવી તેની પ્લાસ્ટિક સર્જરી, અંતર્મુખી સ્વભાવ, અભિનેતા સાથેના સંબંધો, બોની કપૂર સાથેના લગ્ન વગેરેને લીધે પણ ચર્ચામાં રહી. કમનસીબે દુબઈ ખાતે બાથટબના થયેલું તેનું મૃત્યુ પણ ચર્ચાનો વિષય બન્યો.
અચાનકથી ફિલ્મજગતને અલવિદા કરી ચાલી જનારી શ્રીદેવીનો ચાહકવર્ગ તેના જેટલું કોઈને ચાહી શકશે નહીં તે વાત નક્કી છે.