મુંબઈઃ દેશમાં બહુ ગાજેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’નું મોખરે છે. સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલા સ્ટોરી અત્યારે હેડલાઈન્સમાં છે. જોરદાર વિવાદોની વચ્ચે આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં જોવા મળી રહી છે, પરંતુ સહ અભિનેત્રી સોનિયા બલાની છે, જેણે આ ફિલ્મમાં આસિફાનો રોલ કર્યો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેના રોલ સાથે તેની ફીને લઈને પણ ચર્ચમાં છે, જે 30 લાખ રુપિયાની ફી લે છે. હજુ સુધી લગ્ન નહીં કરનારી આગ્રા નિવાસી સોનિયાએ ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, પરંતુ અત્યારના રોલને લઈ ચર્ચામાં છવાયેલી રહી છે.
ફિલ્મની વાત કરીએ આ ફિલ્મમાં આસિફા અદા શર્મા સાથે કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે જ તેમનો હેતુ અન્ય ધર્મની છોકરીઓનું બ્રેનવોશ કરીને તેમને ઈસ્લામમાં લાવવાનો અને પછી આઈએસઆઈએસમાં જોડાવવાનો છે. આખી ફિલ્મમાં આસિફાને સિમ્પલ લૂકમાં અને હંમેશાં હિજાબમાં બતાવવામાં આવી છે. જોકે વાસ્તવિક જીવનમાં તેઓ સ્ક્રીનથી સાવ અલગ છે.
સોનિયા બલાનીએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. અત્યાર સુધીમાં ‘તે તુ મેરા હીરો’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી હતી, જ્યારે તેની અસલી ઓળખ તો ડિટેક્ટિવ દીદી શોથી મળી હતી. આ ઉપરાંત, ટીવી સાથે અભિનયની સફર શરૂ કર્યા પછી તેણે વર્ષ 2016માં ફિલ્મ ‘તુમ બિન ટૂ’થી તેની બોલીવૂડ સફરની શરૂઆત કરી. વર્ષ 2018માં તે ‘બાઝાર’ ફિલ્મમાં પણ જોવા મળી હતી. તે જ સમયે, તે હવે ‘ધ કેરલા સ્ટોરી’માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ‘ધ કેરલા સ્ટોરી’ની આસિફા રિયલ લાઈફમાં ફિલ્મથી એકદમ અલગ દેખાય છે.
સોનિયા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેની તસવીરો જોઈને તમે પહેલી નજરે ઓળખી શકશો નહીં કે તે કેરલા સ્ટોરીની આસિફા છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરો આસિફા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તમે તેના આ ફોટામાં જોઈ શકો છો કે તે ખૂબ જ સુંદર છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે ટ્રેન ડાન્સર પણ છે. તેમજ તે ફિટનેસ પ્રત્યે પણ વધારે જાગૃત છે.