Homeલાડકીજ્યાં રડીને રૂદિયાને રમતું મૂકી શકાય એવી વ્યક્તિ કેટલી?

જ્યાં રડીને રૂદિયાને રમતું મૂકી શકાય એવી વ્યક્તિ કેટલી?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

તમે કોઈ કારણસર દુ:ખી છો તો કેટલાં લોકોને ફર્ક પડે છે? તમે તકલીફમાં હોય ને મદદની જરૂર હોય ત્યારે કેટલાં લોકો એક સાદે હાજર થાય છે? તમે જેની સામે ખુશી કે દુ:ખ વ્યક્ત કરવા માગો એવી વ્યક્તિ તમારા જીવનમાં કેટલી? કેટલાં લોકોને તમારા વિશે બધી જ ખબર હોય છે? કેટલા લોકો તમને બધું કહી
શકે છે?
આંખ બંધ કરીને આ સવાલો પોતાની જાતને પૂછવા જોઈએ. આપણે પોતાને સતત માણસોથી ઘેરાયેલાં સમજીએ છીએ. ટોળા કે ભીડની વચ્ચે રહીને એવું માનીએ છીએ કે આપણી આસપાસ ઘણા લોકો છે જે જરૂર પડ્યે મદદ માટે આવી જશે. એમાંય સોશ્યલ મીડિયાના આવવાથી તો જાણે ટોળાંને સાથે લઈને ફરતાં હોય એવો અહેસાસ થાય. ઋયયશક્ષલ ક્ષજ્ઞિં ૂયહહ આવી પોસ્ટ મૂક્યાં પછી કે સ્ટેટસ અપલોડ કર્યા પછી કેટલીય કમેન્ટ્સ આવવા લાગશે. જાણે એ તમામને આપણી ફિકર હોય.
જાતજાતની સલાહો અને નુસખાઓથી આપણી વોલ ભરાઈ જશે. પણ શું હકીકતમાં એ ૨૦સ ફોલોઅર્સને આપણે આપણી પર્સનલ વાતો શેર કરીશું? અરે એમાંથી એવા કેટલાં કે જેની સાથે આપણે અંગત સંબંધો હોય? હા, ઘણાંય સાથે આપણા વિચારો મેળ ખાતા હોય તો એક લેવલ સુધી રિલેશન મેઇન્ટેઇન થઈ શકે છે. પણ જ્યારે દિલની વાત કોઈને કહેવી છે, કોઈની સામે રડવું છે અથવા તો અનહદ ખુશી વ્યક્ત કરવી છે તો એવા લોકો માત્ર બે ચાર જ હોવાના જેના પર આપણે આંખ બંધ કરીને વિશ્ર્વાસ મૂકી શકીએ.
જેની સાથે આપણને લાગે વળગતું હોય એવા લોકો ખરેખર આંગળીને વેઢે ગણી શકાય એટલા છે. જેની સાથે બોલતાં પહેલા કે બોલાવતાં પહેલાં વિચાર કરવો નથી પડતો. જ્યાં ખાલી થવા માટે ખોળો હરહાલમાં હાજર હોય છે. જ્યાં ગમે એવો ગુનો કર્યા પછી પણ ઈઝીલી ક્ધફેન્સ કરી શકાય છે. જ્યાં અંદરની અકળામણ અને હૃદયની વ્યથા સમય કસમય જોયા વગર ઠાલવી શકાય છે. અરે જ્યાં આપણે ઇચ્છીએ તોય આપણો મૂડ છૂપો રહી શકતો નથી. જે વગર કહ્યે આપણી વ્યથા અને કથા જાણી લે છે. જે એમાંથી
બહાર કાઢવા નાડી નેઠા વગરના નુસખાઓ આપે છે. જે હળવા થવા ફાલતુ જોક સંભળાવે છે. પોતે ટેંશનમાં હોવા છતાંય આપણી હળવાશ માટે દરેક તરકીબો અપનાવે છે જેનાથી આપણા ફેસ પર સ્માઈલ આવે. આવા સંબંધો સ્વાભાવિક રીતે જ બહુ ઓછા હોય છે.
આપણા સ્કૂલ વખતના મિત્રો, ત્યારબાદ કોલેજકાળનું ફ્રેન્ડ સર્કલ, પછી ઑફીસ વખતના ક્લીગ્સ જે સ્થળ ફેરફારના સમયે બદલાયાં કરે, સોશ્યલ મીડિયાથી બનેલાં સંબંધો કે જેની સાથે આપણું ફ્રેન્ક નેચર મેળ ખાતું હોય, આપણા પડોશી- આ બધા જ એવા છે જે સમય અને સ્થિતિ મુજબ બદલાયાં કરે છે. કદાચ આમાંના કેટલાંક આજીવન સાથે હોઇ શકે પણ મોટાભાગના આપણા સામાજિક તેમજ આર્થિક સ્ટેટસ મુજબ ચેન્જ થયા કરે છે. ઈવન આપણી વિચારધારા બદલાતાં આ યાદીમાં ફેરફાર શક્ય હોય છે. એક સમયે જેની સાથે ખૂબ સારું બનતું હોય હવે ત્યાં વાત કરતા પહેલાં વિચારવું પડે એવી સ્થિતિ આવી ગઈ હોય. મતલબ કે આપણી લાઈફમાં જેને આપણી હાજરી કે ગેરહજરીનો ફર્ક પડે છે એવા લોકોની સંખ્યા ઓલમોસ્ટ સરખી જ રહેવાની. બસ એવા લોકોમાં બદલાવ થયે રાખે.
બીજી વાત, કે આપણી જિંદગીમાં ખુશીની ક્ષણોમાં શુભેચ્છાઓનો વરસાદ કરનાર લોકો તથા દુ:ખમાં સહાનુભૂતિ વ્યક્ત કરનાર લોકોમાં ખરાં અર્થમાં આપણી ખુશીથી કે દુ:ખથી લાગતું વળગતું હોય એવા કેટલાં? જસ્ટ એક્ઝામ્પલ લગ્ન વખતે ‘૧૦ ડેઝ ટુ ગો’ ના સ્ટેટસ મૂકનાર લગ્ન વખતે જમવામાં જે વસ્તુની તાણ પડી હશે એની ચર્ચાઓ કરતાં હશે. લગ્ન પછી ઊભી થતી તકલીફોમાં સાથ આપવાની વાત તો દૂર જુદા ટોનમાં સંભળાવતા હશે.
મૃત્યુના પ્રસંગે સોગિયું મોઢું લઈને આપણને મળવા આવનાર ખરેખર આપણા કોઈ સ્વજન ગુમાવવાથી દુ:ખી હોય છે? મોટેમોટેથી છાતીના પાટિયા બેસી જાય એમ રડતાં કે રડવાનો ડોળ કરતાં એ જ લોકો એકાદ કલાક પછી ભજિયાની લારીએ ટેસથી ભજિયા ખાતા હશે. અને આપણા સ્વજનની સેવા કરવામાં આપણાથી ક્યાં કચાશ રહી ગઈ એની ખામીઓ શોધતા હશે. આ બંને પ્રસંગોમાં ખરેખર જેને આપણી પડી છે એવા ૨૦-૨૫ થી વધુ લોકો નહિ હોય. બાકીના બધા જ માત્ર પ્રસંગ સાચવવા, વ્યવહાર કરવા, રિવાજોના લીધે ઉપસ્થિત રહેતાં હોય છે. અહીં બહુ સ્પષ્ટ કહી શકાય કે આપણી લાગણી તથા સંવેદનાથી જેને ફર્ક પડે છે એવા ૨૦-૨૫ લોકોમાંથી માત્ર ચાર પાંચ જ એવા નીકળશે જે દરેક સ્થિતિમાં પડખે ઊભાં હોય. એ પછી કોઈ ઉચ્ચ કક્ષાના ઍવોર્ડ મળતી વખતેય હાજર હોય અને બધુંય ગુમાવી દીધા પછીય એનો ખભો ૨૪ ડ્ઢ ૭ આપણા માટે હોય… આવા સંબંધો કોઈ ઇમોજીથી વ્યક્ત કરવા માત્રથી પૂરા નથી થઈ જતાં. કોઈના જીવનમાં ખુશીનો પ્રસંગ આવ્યો તો ફ્લાવર્સ મોકલી આપીએ કે શોકના પ્રસંગ વખતે ઓમ શાંતિ અને બે હાથ જોડેલ ઇમોજી મોકલી આપવા માત્રથી પૂરું નથી થઈ જતું. અરે ઘણીવાર તો બે ત્રણ જગ્યાએ અભિનંદન પાઠવીને ભરપૂર વખાણ કરી લીધા બાદ ચોથી જગ્યાએ સેડ રીએક્ટ આપીને દુ:ખ વ્યક્ત કરવું
પડે છે. વળી પાછું ક્યાંક હેપી એનિવર્સરીની ઇમોજી ચિપકાવી આવીએ છીએ. કોઈને શોકાંજલિ આપતી વખતે અને શુભેચ્છાઓ પાઠવતી વખતે શું ખરેખર આપણા માઈન્ડ સેટ જુદા હોય છે? અરે સાચી પરવાહ માત્ર એ લોકોને જ હોવાની જેને આપણી સાથે પરિસ્થિતિવશ નહિ પણ આપણા પ્રાણ સાથેના સંબંધો હોય.
અહીં વાંચતા સુધીમાં તમારા માઇન્ડમાં બે ચાર નામો ચોક્કસ આવ્યાં હશે જેની સાથે તમે જેવા છો એવા વ્યક્ત થાઓ છો. સાથોસાથ એ પણ તમારી સામે મુખવટા વગર પ્રેઝન્ટ થાય છે. સાચવીને રાખવાના છે આવા અણમોલ રતન કે જેના હોવા માત્રથી હૈયે ધરપત રહે છે. જેના ખભાના ટેકાથી વસમી વેળા પર વિજય મેળવી શકાય એમ હોય છે. જે જરૂર પડ્યે એકાદ તમાચો મારી આપણી અક્કલ પણ ઠેકાણે લાવી દે છે અને પછી મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ સૂચવી, આપણી આંગળી પકડી, આપણી સાથે જ ચાલે છે. જેની આપણા પ્રત્યેની ચિંતા આપણા વ્યક્તિત્વનો પરિચય આપે છે. ભીડથી ઘેરાયેલી આપણી જાતનું ભેદી મૌન પણ આસાનીથી કળી જાય છે.
જો આપણી પાસે આવી વ્યક્તિ છે તો આપણે આપણા પર જ પ્રાઉડ ફિલ કરવું જોઈએ. અને જો આપણે કોઈના માટે આવી વ્યક્તિ છીએ તો આપણી પીઠને થપથપાવીને શાબાશી આપવી જોઈએ. હસી શકાય એવા મોકળા મેદાન વચ્ચે રડીને રૂદિયાને રમતું મૂકી શકાય એવો એકાદ ખૂણો પણ પેલા મેદાનની સાથે બરોબરની ટક્કર આપે છે જેનું ક્ષેત્રફળ આપણા જીવનમાં નાનું છે પણ મહત્તા અતિ વિશાળ છે…
ક્લાઈમેક્સ:
‘હું છું ને’ આ માત્ર ત્રણ અક્ષરો નથી, પણ સામી વ્યક્તિ માટે ભરોસો ખડકી શકાય એનો બેસ્ટ પરવાનો આપતી અકબંધ લાગણીનું પડીકું છે…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -