Homeદેશ વિદેશરશિયન મિસાઈલની શેરબજાર પર કેવી અસર થઈ?

રશિયન મિસાઈલની શેરબજાર પર કેવી અસર થઈ?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સ નવી ઊંચી સપાટીએ બંધ થયાના એક દિવસ પછી બુધવારે થોડો નીચો ખૂલ્યો હતો, કારણ કે પોલેન્ડમાં થયેલા વિસ્ફોટો પછી વૈશ્વિક બજારો પીછેહઠ કરી ગયા હતા જે સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રશિયન બનાવટની મિસાઈલોના કારણે થયા હતા.
એશિયા-પેસિફિક શેરોના એમએસસીઆઈના વ્યાપક ઇન્ડેક્સમાં, ભૌગોલિક રાજકીય તણાવમાં વધુ વધારો થવાની સંભાવનાને કારણે 0.87 ટકાનો થયો હતો.
નાટોના સભ્ય પોલેન્ડે જણાવ્યું હતું કે યુક્રેન નજીક પૂર્વ પોલેન્ડમાં રશિયન બનાવટના રોકેટ હુમલામાં બે લોકોના મોત થયા છે. મોસ્કોએ તે માટે જવાબદાર હોવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બિડેને કહ્યું કે પ્રારંભિક માહિતી સૂચવે છે કે વિસ્ફોટ રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલને કારણે થયો ન હોઈ શકે.
આમ છતાં યુરોપના બજારો નીચા મથાળે ખુલ્યા હોવાના અને ખાસ તો ડિફેન્સ સ્ટોક્સમાં તેજી આવી હોવાના અહેવાલ હતા.?

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -