ગુજરાતમાં એકાએક ગરમીમાં વધારો થતાં અનેક શહેરોમાં વાયરલ ઇન્ફેક્શને ભરડો લીધો છે. અમદાવાદ શહેરની હોસ્પિટલો વાયરલ ઈન્ફેક્શન દર્દીઓથી સતત ઉભરાઈ રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 20 હજાર કરતા પણ વધારે વાયરલના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં બેવડી ઋતુના કારણે દિવસે ગરમી અને રાત્રે અને વહેલી સવારે ઠંડીને પગલે રાજ્યમાં વાયરલ ઈન્ફેક્શનના રોગમાં વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, મહેસાણા, જામનગર, જૂનાગઢ, અમરેલી, સુરત, વડોદરા , ભાવનગર, ગાંધીનગર સહિતના અનેક જિલ્લાઓ અને શહેરોમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે અમદવાદ શહેરમાં એક જ અઠવાડિયામાં 20 હજાર કરતાં વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સારવાર લીધીનું અને રોજના ત્રણ દર્દીઓ સારવાર માટે આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજી બાજુ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન સાથે પાણી જન્ય રોગોમાં પણ ઉછાળો આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલ્ટીના કારણે 116 બાળકો આવ્યા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાત સિવિલમાં ડેન્ગ્યુના 12, કમળાના 130, ચિકનગુનિયાના ચાર, ડાયેરિયા વોમિટિંગના 126, ન્યૂમોનિયાના 61 કેસ નોંધાયા હતા.